For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ યેદિયુરપ્પા સરકારનો આજે ફ્લોર ટેસ્ટ, ધારાસભ્યો સાથે હોટલમાં રોકાયા CM

કર્ણાટકમાં સોમવારે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. આ પહેલા રવિવારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક થઈ અને વિશ્વાસ મત વિશે રણનીતિ બનાવવામાં આવી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં સોમવારે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. આ પહેલા રવિવારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક થઈ અને વિશ્વાસ મત વિશે રણનીતિ બનાવવામાં આવી. વિશ્વાસ મત પહેલા ભાજપ કોઈ પણ જોખમ લેવા માંગતુ નથી. આ જ કારણ છે કે ભાજપના બધા ધારાસભ્યોને બેંગલુરુની એક હોટલમાં રોકવામાં આવ્યા છે જ્યાં તે રવિવારની રાત પસાર કરી. એટલુ ન નહિ કર્ણાટક ભાજપના ધારાસભ્ય બેંગલુરુની હોટલ ચાંસરી પવિલિયનમાં રાત રોકાયા.

yeddiyurappa

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા યેદિયુરપ્પાએ કહ્યુ કે ભાજપ ધારાસભ્ય દળની આજે બેઠક થઈ, અમે વિધાનસભામા કાલના કાર્યક્રમ પર વિસ્તારથી ચર્ચા કરી. હું કાલે એક અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહ્યો છુ. બાદમાં હું નાણા બિલ રજૂ કરીશ. મને લાગે છે કે કોંગ્રેસ અને જદ(એસ) બંને આનુ સમર્થન કરવા જઈ રહ્યુ છે. વળી, ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ નેતા રવિ કુમારે કહ્યુ કે આમાં કોઈ બે બેમત નથી કે મુખ્યમંત્રી યેદિયુરપ્પા સોમવારે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરશે. બધા 105 ધારાસભ્ય અમારી સાથે છે.

આ તરફ કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મતના બરાબર એક દિવસ પહેલા રવિવારે વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે કોંગ્રેસ અને જનતા દળ-સેક્યુલર (જદ-એસ)ના 14 બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા છે. પોતાની પાર્ટીઓ દ્વારા વ્હિપ જારી કરાયા છતાં આ ધારાસભ્ય 23 જુલાઈના રોજ સંસદમાં ઉપસ્થિત નહોતા થયા, ત્યારબાદ કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ગઈ હતી. સસ્પેન્ડ કરાયા બાદ જેડીએસ-કોંગ્રેસના 17 બાગી ધારાસભ્ય હવે કર્ણાટક વિધાનસભાના સભ્ય નથી રહ્યા.

17 ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા બાદ ભાજપે પણ રાહતનો શ્વાલ લીધો છે. વાસ્તવમાં બધા 17 ધારાસભ્યોને મંત્રીમંડળમાં શામેલ કરવાનું સરળ નહોતુ. 17 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ હવે કર્ણાટક વિધાનસભાના આંકડા બદલાઈ ગયા છે. વિધાનસભાની કુલ સંખ્યા 225 છે, જે 17 ધારાસભ્યોન સસ્પેન્ડ કરાયા બાદ ઘટીને 208 થઈ ગઈ છે. એવામાં બહુમતનો આંકડો 105 છે. એ રીતે જોઈએ તો ભાજપ પાસે બહુમત સાબિત કરવા માટે પર્યાપ્ત સંખ્યાબળ છે.

આ પણ વાંચોઃ ઉન્નાવ ગેંગરેપ પીડિતાની હાલત નાજુક, અખિલેશે વ્યક્ત કરી હત્યાની આશંકાઆ પણ વાંચોઃ ઉન્નાવ ગેંગરેપ પીડિતાની હાલત નાજુક, અખિલેશે વ્યક્ત કરી હત્યાની આશંકા

English summary
Yediyurappa says he would move the confidence motion in Vidhana Soudha on Monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X