અમૃતા રાયે ફેસબુક પર કબુલ્યું, હા, મિસીઝ દિગ્વિજય સિંહ
નવી દિલ્હી: રવિવારે સવારથી જ દિગ્વિ્જય સિંહ અને અમૃતા રાયના લગ્ન અંગે સોશ્યિલ મિડીયા પર હલચલ મચેલી હતી. લોકો જાણવા માટે ઉત્સુક હતા કે શું બંનેના લગ્નની ખબર સાચી છે? જેના પર હવે મહોર ખુદ અમૃતા રાયે મારી દીધી છે.

દિગ્વિજય સિંહ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હોવાની પુષ્ટી, અમૃતાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર કરી છે. સાથે જ અમૃતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેને દિગ્વિજય સિંહની સંપતિમાંથી કાંઈ પણ નથી જોઈતુ.
પ્રેમના સંબંધને નામ આપવા માટે કર્યા લગ્ન
તેણે ખુદ પોતાની એક ઓળખ બનાવી છે. અને માટે તે કોઈના પર નિર્ભર નથી. લગ્ન માત્ર એટલે કર્યા છે કે તે દિગ્વિજય સિંહને પ્રેમ કરે છે. અને સમાજમાં સંબંધોને નામ આપવુ જરૂરી હોય છે. અમૃતા રાયે જણાવ્યું હતુ કે તેને દિગ્વિજય સિંહની સંપતિ સાથે કોઈ નિસ્બત નથી, તે ઈચ્છે છે કે દિગ્વિજય સિંહ પોતાની સંપતિ તેમના બાળકોને આપી દે.












Click it and Unblock the Notifications
