For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ની પોલિટિકલ અફેર્સ કમિટિથી યોગેન્દ્ર યાદવની હકાલપટ્ટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 માર્ચ: આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીએ પાર્ટીના પોલિટિકલ અફેર્સ કમિટિમાંથી યોગેન્દ્ર યાદવની હકાલપટ્ટી કરી દીધી છે. આપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આની ઔપચારિક જાહેરાત થઇ શકે છે. સૂત્રો અનુસાર યોગેન્દ્રને ખેડૂત મોર્ચા પ્રમુખ બનાવી શકાય છે

આપને જણાવી દઇએ કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અરવિંદ કેજરીવાલ હાજર ન્હોતા. કેજરીવાલ બેંગલોરમાં છે જ્યાં તેઓ 10 દિવસ સુધી પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સારવાર લેવાના છે. બેઠક શરૂ થતા પહેલા જ આપમાં વધી રહેલી આંતરિક કલેહથી નાખુશ અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીના સંયોજક પદથી રાજીનામુ આપી દીધું હતું. બેઠકમાં આની પર પણ ચર્ચા થશે, બેઠક હજી ચાલું છે.

yogendra
હું આપ છોડીશ નહીં, અને તોડીશ નહીં: યોગેન્દ્ર યાદવ
આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક કલેહના સમાચારોની વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું કે તેઓ પાર્ટી છોડશે નહીં અને તોડશે પણ નહીં. તેમણે આપ સંયોજક પદથી અરવિંદ કેજરીવાલના રાજીનામાં અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.

યોગેન્દ્ર યાદવે આપના વરિષ્ઠ નેતાઓમાં વધેલી તકરારને લઇને આવી રહેલી ખબરોની વચ્ચે બુધવારે થનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા જણાવ્યું કે પાછલા ત્રણ દિવસોથી સોશિયલ મીડિયા પર પાર્ટીના કાર્યકર્તાઓના ઘણા સંદેશાઓ આવી રહ્યા છે. જેમાં નેતાઓને એકજૂથ રહેવાની અપિલ કરવામાં આવી છે. 21 સભ્યોવાળી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા યોગેન્દ્રએ પત્રકારોને જણાવ્યું, 'મને વિશ્વાસ છે કે અમે સાંજ સુધીમાં આપને જણાવવામાં સફળ રહીશું કે અમે એક ડગલું આગળ વધ્યા છીએ નહીં કે પાછળ.'

English summary
Yogendra Yadav wont be part of AAPs political affairs committee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X