યોગી આદિત્યનાથ બન્યા યુપીના નવા મુખ્યમંત્રી

Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમા ભાજપએ જ્યારથી ભારે બહુમત મેળવ્યો છે ત્યારથી તે અટકળો ચાલી રહી હતી કે યુપીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આખરે આજે ભાજપ દ્વારા આ અંગે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બન્યા છે. નોંધનીય છે કે લખનઉમાં ભાજપના વિધાયક દળની બેઠકમાં યુપીની સત્તા કોના હાથમાં સોંપવામાં આવશે તે પર ચર્ચા કરવામાં આવી હતી. જે પછી આ અંગે યોગી આદિત્યનાથનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

yogi

એટલું જ નહીં વિધાયક દળના બેઠકમાં પણ યોગી આદિત્યનાથ જ્યારે પહોંચ્યા હતા ત્યારે પણ તેમનું જોર શોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બેઠકની બહાર પણ મોટી સંખ્યામાં યોગી આદિત્યનાથના સમર્થકો પહોંચી ચૂક્યા છે. અને તેમના નામની સીએમ તરીકે જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આખરે યુપીના સીએમ પદ માટે યોગી આદિત્યનાથના નામને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

English summary
Yogi Adityanath became UP new CM, annouced by BJP
Please Wait while comments are loading...