
'યોગીનું CM બનવું, 21મી સદીની સર્વશ્રેષ્ઠ ખબર'
યોગી આદિત્યનાથ ને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી પદે બેસાડ્યા બાદ વિપક્ષોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. પરંતુ કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી એ વિરોધીઓને જડબાતોડ જવાબ પકડાવ્યો છે.
ભાજપના આ ભગવાધારી નેતાએ કહ્યું કે, મોદીજીનું પીએમ બનવું અને યોગીજીનું સીએમ બનવું 21મી સદીની સર્વશ્રેષ્ઠ ખબર છે.
યોગીના નેતૃત્વમાં રાજ્ય વિકાસના પંથે
તેમણે કહ્યું કે, યોગીનું સીએમ બનવું વામપંથીઓના ચહેરા પર તમાચો છે. તેમણે યોગી આદિત્યનાથને પોતાના નાના ભાઇ જેવા ગણાવતાં કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે, રાજ્ય વિકાસના પથ પર યોગીના નેતૃત્વમાં સારી રીતે આગળ વધશે.
અહીં વાંચો - યોગી આદિત્યનાથ બન્યા યુપીના નવા મુખ્યમંત્રી
ઉલ્લેખનીય છે કે, લખનઉમાં શનિવારે યોજાયેલી ધારસભ્યોની બેઠકમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે રાજભવન જઇ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.