યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર લગાવ્યા આતંકવાદીઓને છાવરવાના આરોપ
યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર લગાવ્યા આતંકવાદીઓને છાવરવાના આરોપ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે યૂપીના સીએમ યોગી આિત્યનાથ શાહઝહાંપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે બસપા-સપા ગઠબંધન અને કોંગ્રેસ પર ભારે નિશાન સાધ્યું. સીએમ યોગીએ કહ્યું કે સપા-બસપા અને કોંગ્રેસના શાસનમાં કાયદો વ્યવસ્થા, વિજળી, રસ્તા વગેરેની વ્યવસ્થા ખરાબ હતી. ઉપરાંત તેમણે સપા પર આતંકવાદીઓને બચાવવાના એજન્ડા પર કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો.

શાહજહાંપુરની રેલીમાં સપા પર વરસ્યા યોગી આદિત્યનાથ
સીએમ યોગીએ સભાને સંબોધિત કરતા કહ્યું કે જ્યારે અમારી સરકાર આવી અને સુરેશ ખન્ના મંત્રી બન્યા ત્યારે તેમણે કહ્યું કે કેબિનેટ મીટિંગ માટે શું મુદ્દો હોવો જોઈએ. મેં તેમને પૂછ્યું કે સમાજવાદી પાર્ટીએ કયા મુદ્દા ઉઠાવ્યા હતા, જેના પર તેમણે કહ્યું કે સપા સરકાર આતંકવાદીઓની વિરુદ્ધના મામલા પરત લેતી હતી.
|
કન્નૌજની રેલીમાં સાંઢ ઘૂસતાં પ્રહાર
યોગી આદિત્યનાથે કહ્યું કે તમે કેવી સરકાર ઈચ્છો છો. તે તમારે નક્કી કરવાનું છે. બંગાળ અને ઓરિસ્સામાં લાખોની ભીડથી એક જ અવાજ આવે છે, ફિર સે મોદી સરકાર ચાહિયે. સૌના મનમાં એક ઉત્સાહ છે કે ફરીથી મોદી સરકાર બને. સીએમ યોગીએ મહાગઠબંધનની કન્નૌજની રેલીમાં સાંઢ ઘૂસી આવવા પર પ્રહાર કર્યો. સીએમ બોલ્યા, હું કન્નજમાં આવી રહ્યો હતો ત્યારે માલુમ પડ્યું કે મહાગઠબંધનની જનસભામાં નન્દી ઘૂસી આવ્યો હતો, તે ભારે નારાજ હતો. તો હું કહેવા માંગું છું કે હવે તેમને નંદીજી પણ બક્ષવા ન જોઈએ.

સપા-બસપા સરકારમાં આતંકીઓ પર દાખલ કેસ પાછા ખેચ લેવાય છે
પ્રદેશના વિકાસને રોકનાર, બેરોજગારોને પલાટન માટે મજબૂર કરનાર પર શું જનતા હજુ પણ મહેરબાન બની રહેશે. સપા-બસપાની સરકાર બનતા જ આતંકીઓ પર નોંધાયેલ કેસ પાછા લેવાય છે. પરંતુ પરંતુ અમે બહેન-દીકરીઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો દળ બનાવ્યું, અમે ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ. સીએમ યોગીએ કહ્યું કે યૂપીએ સરકારમાં 270 જિલ્લા આતંકવાદ અને નક્સલવાદથી પીડિત હતા, પરંતુ દેશ સુરક્ષિત હાથોમાં ગયો અને હવે માત્ર 5-6 જિલ્લા જ આનાથી પીડિત છે અને જલદી જ આતંકવાદ ખતમ થઈ જશે.












Click it and Unblock the Notifications
