For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું PUBG Ban થયા પછી પણ ભારતમાં રમી શકાશે?

શું PUBG Ban થયા પછી પણ ભારતમાં રમી શકાશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લદ્દાખ સીમા પર ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ત્રીજીવાર ડિજિટલ સ્ટ્રાઈક કરતા 118 મોબાાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધિત કરાયેલ મોબાઈલ એપમાં સૌથી વધુ પોપ્યુલર પબ્જીને પણ બેન કરી દીધી છે. સરકારે ડેટા પ્રાઈવેસીને લઈ આ પગલું ઉઠાવ્યું છે. એવામાં સવાલ ઉઠે છે કે શું પબ્જી પર બેન લાગ્યા બાદ પણ ભારતમાં લોકો તેનો ઉપયોગ કરી શકે છે?

PUBG Mobile અને PUBG Mobil Lite ને પ્રતિબંધિત કરી

PUBG Mobile અને PUBG Mobil Lite ને પ્રતિબંધિત કરી

જણાવી દઈએ કે અઠવાડિયાના રિપોર્ટ અને અફવા બાદ સરકારે આખરે પબ્જી મોબાઈલ અને પબ્જી મોબાઈલ લાઈટને દેશમાં પ્રતિબંધિત એપ્સની યાદીમાં સામેલ કરી છે. જણાવી દઈએ કે પબ્જી મોબાઈલની લોકપ્રિયતા એવી છે કે દરરોજ હજારો ઉપયોગકર્તાઓ આ એપ્લિકેશનમાં લૉગઈન કરતા હતા, અને માત્ર સમય જ નહિ બલકે મલ્ટી પ્લેયર ગેમ પર પૈસા પણ ખર્ચ કરે છે. જે દેશમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સ્માર્ટફોન પર સામાન્ય થઈ ગયું છે. સરકારે દાવો કર્યો કે પબ્જી પર બેન લાગવાથી કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓની હિતોની રક્ષા કરશે અને આ એક નિર્ણય છે જે ભારતીય સાઈબરસ્પેસની સુરક્ષા અને સંપ્રભુતા સુનિશ્ચિત કરવા માટે લક્ષિત પગલું છે.

ભારતમાં PUBG કેવી રીતે રમી શકીએ

ભારતમાં PUBG કેવી રીતે રમી શકીએ

સરકારના નવીનતમ આદેશ મુજબ ભારતમાં અત્યાર સુધી માત્ર PUBG Mobie અને PUBG Mobile Liteને પ્રતિબંધિત કરવામાં આવી છે. સરકારે હજી પણ ભારતમાં ગેમર્સને PUBGના મેન સર્વર સુધી પહોંચવાની મંજૂરી છે. જેની પાછળ એવું તથ્ય આપવામાં આવ્યું કે PUBG નું કોઈ ચીની કનેક્શન નથી, તે PUBG Corp દ્વારા સંચાલિત સર્વર્સનો ઉપયોગ કરે છે. એક એકમ જે દક્ષિણ કોરિયાથી બહાર આધારિત છે તે વર્તમાનમાં ભારતમાં પબ્જી યૂઝર્સને મંજૂરી આપે છે. પરંતુ તેની મજા મોબાઈલ ફોન કે ટેબલેટ પર નહિ બલકે પીસી પર જ લઈ શકો છો.

ડેસ્કટોપ અને લેપટોપ પર પબ્જી રમવાની અસલી મજા

ડેસ્કટોપ અને લેપટોપ પર પબ્જી રમવાની અસલી મજા

જો કે આ બધા યૂઝર્સ માટે સહેલું અને સુવિધાજનક નહિ હોય પરંતુ છતાં પણ ભારતમાં ગેમર્સને ગેમ સુધી પહોંચવામાં મંજૂરી આપે છે. પરંતુ જો સુવિધાની વાત કરીએ તો પબ્જી રમવાની અસલી મજા તો પીસી અને લેપટોપ પર જ આવે. કેમ કે પીસી પર ગેમ વધુ પ્રભાવશાળી ગ્રાફિક્સ સાથે જોવા મળે છે. જણાવી દઈએ કેપીસી માટેની પબ્જી ગેમ ડાઉનલોડ કરવા માટે તમારે પહેલાં ગેમ ખરીદવી પડશે.

મહાકાય ધાર્મિક સંસ્થાઓની સંપત્તિ અને ટર્નઓવર જાણો, CAG ઑડિટની માંગ થઈ રહી છેમહાકાય ધાર્મિક સંસ્થાઓની સંપત્તિ અને ટર્નઓવર જાણો, CAG ઑડિટની માંગ થઈ રહી છે

English summary
you can still play pubg game in india, know how
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X