સાવધાન: 10 રૂપિયાનો સિક્કો તમને દેશદ્રોહી બનાવી શકે છે...
વોટ્સઅપ અને ફેસબૂક પર છેલ્લા ઘણા સમયથી એવી અફવાહ ફેલાઈ હતી કે ભારતીય રિઝર્વ બેંકે 10 રૂપિયાના સિક્કા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેટલાક લોકોએ તો એ પણ કહ્યું કે 10 રૂપિયાના સિક્કા નકલી છે. પરંતુ હવે જો કોઈ પણ 10 રૂપિયાના સિક્કા લેવાની ના પાડે તો તેના પર આફત આવી શકે છે.
ઉત્તર પ્રદેશના બરેલીના પુલકિત શર્મા પાસે રૂ. 10ના સિક્કાના ઢગલા થઈ ગયાં છે. સિક્કા નહીં ચાલે તેવા વોટ્સએપમાં મેસેજ વાયરલ થયા બાદ લોકોએ આ સિક્કા લેવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પીલભીતના ડીએમે કહ્યું કે 10નો સિક્કો લેવાની ના પાડનાર સામે દેશદ્રોહની કાર્યવાહી થઇ શકે.

ડીએમે કહ્યું કે 10 રૂપિયાનો સિક્કો રાષ્ટ્રીય કરન્સી છે. કોઈની પણ પાસે તેને ના લેવાનો અધિકાર નથી. કારણકે ભારત સરકાર તેને માન્યતા આપે છે. આરબીઆઇ ના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ ચલણને લેવાની ના પાડે તો તેના પર આઇપીસીની ધારા 124 મુજબ મામલો નોંધાઈ શકે છે.












Click it and Unblock the Notifications
