For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામેલ બાળકીના પિતા પૉઝિટિવ આવતા સારવાર શરુ

સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પછી હવે ફરીથી કોરોના વાયરસના કેસો નોંધાવા લાગ્યા છે.

|
Google Oneindia Gujarati News

જામનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પછી હવે ફરીથી કોરોના વાયરસના કેસો નોંધાવા લાગ્યા છે. જામનગરમાં પાંચ વર્ષની બાળકીનુ કોરોના વાયરસના કારણે મોત થયુ છે. 63 દિવસ બાદ રાજ્યમાં કોરોનાથી મોત થતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર કૉર્પોરેશન-2, ગીર સોમનાથ રાજકોટ કૉર્પોરેશન 1-1 મળીને કુલ 4 પૉઝિટિવ કેસ સામે 1 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોના પૉઝિટીવના 19 કેસ નોંધવામાં આવ્યા છે.

child

તમને જણાવી દઈએ કે જામનગરમાં ગુલાબનગરમાં રહેતી પાંચ વર્ષની બાળકીનુ કોરોનાથી મોત નોંધાયુ છે. આ બાળકીના પિતા પણ પૉઝિટીવ જોવા મળ્યા છે. તેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. વળી, બાળકીના પરિવાર સહિત 27 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લા આરોગ્ય તંત્રએ બાળકીના પરિવાર ઉપરાંત તબીબો અને 30 બાળકોને ટેસ્ટ કર્યા છે.

દરેડ આરોગ્ય કેન્દ્રના ઈન્ટર્ન તબીબ સંક્રમિત થતા તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. 63દિવસ બાજ જામનગર જિલ્લામાં કોરોથી વધુ એક મોત નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. જી.જી, સરકારી હોસ્પિટલમાં કોરોનાના બે અલગ વૉર્ડ સાથે ડૉક્ટરોને ફરજ સોંપવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમા પગલે કોરોનાનુ સંક્રમણ ફરીથી ફેલાતા લોકોમાં ચિંતા વધી રહી છે.

English summary
Coronavirus: 5 years old girl dies from covid-19 in Jamnagar, father also tested positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X