For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોસ્પિટલમાં તોડફોડ કરવા બદલ ભાજપના ધારાસભ્યને કોર્ટે કરી સજા

ગુજરાતમાં એક ભાજપ ધારાસભ્યને અદાલતે છ મહિનાની જેલની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

જામનગરઃ ગુજરાતમાં એક ભાજપ ધારાસભ્યને અદાલતે છ મહિનાની જેલની સજા સંભળાવી છે. આ સજા તેને ધ્રોલ સ્થિત સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના કેસમાં થઈ છે. આ ધારાસભ્યનુ નામ છે રાઘવજી પટેલ. આ ઉપરાંત અન્ય ચારને સજા સંભળાવવામાં આવી છે. જે કેસમાં આ ચુકાદો આવ્યો છે તે ઘટના વર્ષ 2007ના ઓગસ્ટની છે ત્યારે રાઘવજી પટેલ કોંગ્રેસ ધારાસભ્ય હતા.

Raghavji patel

માહિતી મુજબ આજે સ્થાનિક અદાલતે જામનગર(ગ્રામીણ)ના ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ અન્ય 4 ગુનેગારોને સાર્વજનિક સંપત્તિને નુકશાન કરવા, લોક સેવક પર હુમલો કરવા તેમજ હુલ્લડ કરવાના ગુનામાં સજા સંભળાવવામાં આવી છે. બધાને છ મહિનાની જેલની સજા થઈ છે. આ સજા જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રથમ શ્રેણી ન્યાયિક દંડાધિકારી એચ જે ઝાલાએ સંભળાવી અને બાદમાં બધાને અદાલતે જામીન પર મુક્ત કરી દીધા. સજા ઉપરાંત ચારે દોષિતો સામે દસ-દસ હજાર રૂપિયાનો દંડ પણ અદાલતે ફટકાર્યો છે.

ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ તેમના સાથીઓ દ્વારા જામનગરમાં ધ્રોલની હોસ્પિટલમાં તોડફોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો. હવે ધ્રોલની સ્થાનિક અદાલતે રાઘવજી સહિત 5ને આ કેસમાં દોષી ગણીને 6 મહિનાની સજા તેમજ 10 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે ત્રણ પત્રકારોને મુક્ત કરી દીધા છે. જો કે કોર્ટે દોષિતોને આ કેસમાં અપીલ માટે સમય આપીને એક મહિનાના જામીન પણ આપી દીધા છે.

વહુને સાસુ-સસરાની સંપત્તિમાં અધિકારઃ સુપ્રીમ કોર્ટવહુને સાસુ-સસરાની સંપત્તિમાં અધિકારઃ સુપ્રીમ કોર્ટ

English summary
Gujarat: BJP MLA Raghavji Patel sentenced to six months imprisonment by the jamnagar court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X