બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના બાળકનો 9 કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ બચાવ
જામનગરના ગોવાના ગામમાં મંગળવારની સાંજે બોરબેલમાં પડી ગયેલા બાળકને બુધવારે વહેલી સવારે બચાવી લેવામાં આવ્યો છે. બાળક મંગળવારની સાંજે લગભગ 6.30 વાગે બોરવેલમાં પડી ગયો હતો. 9 કલાકના બચાવ કાર્ય બાદ લગભગ બુધવારે વહેલી સવારે 4.00 વાગે તેને બચાવી લેવાયો છે.
અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ બાળકને સારવાર માટે તાત્કાલિક જામનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બચાવ કાર્ય માટે ફાયર સર્વિસ વિભાગ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો કાર્યરત હતી.

જામનગરના લાલપુર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન ચાવડાએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રને માહિતી મળી હતી કે ગોવાણા ગામમાં એક બે વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું છે. આ બાળક મંગળવારે સાંજે 6.30 કલાકે બોરવેલની અંદર પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ ગુજરાતના દ્વારકા સેક્ટરમાં ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. બાળકીને બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મોત થઈ ગયું હતું. બૂાળકીનુ નામ એન્જલ સખા હતું, તેને આઠ કલાક પછી બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને ખંભાળિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું.












Click it and Unblock the Notifications
