ચિત્તાએ 2 વર્ષના બાળક પર હુમલો કર્યો, બાળકનું મોત
ચિત્તાએ 2 વર્ષના બાળક પર હુમલો કર્યો, બાળકનું મોત
જૂનાગઢઃ જૂનાગઢ અને ગીર સાસણના આસપાસના વિસ્તારોમાં સિંહ અને ચિત્તાના હુમલાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. હાલમાં જ એક ચિત્તાએ મજૂરના બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટના લુવારી મોલી ગામની છે, જ્યાં ભીખુભાઈ જોરિયાનો 2 વર્ષનો દીકરો ધવન ગુરુવારે સવારે રમી રહ્યો હતો. ત્યારે જ ચિત્તો ત્યાં આવી પહોંચ્યો. ચિત્તાએ ધવલ પર હુમલો બોલી દીધો. ચિત્તાએ હુમલો કરતાં જ બાળકે બુમાબુમ કરી, અવાજ સાંભળી ભીખાભાઈ ચિત્તાની સામે થઈ ગયા, ચિતાએ તેમના પર હુમલો કર્યો, અને થોડીવાર બાદ ચિત્તો ત્યાંથી ભાગી ગયો.

આ ઘટનામાં 2 વર્ષીય ધવલ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો હતો. ચિત્તાના પંજાના નખ તેની પીઠમાં આરપાર થઈ ગયા હતા. ગામના લોકો બંને બાપ દીકરાને હોસ્પિટલે લઈ ગયા. ઈલાજ દરમ્યાન જ માસૂમ બાળક મૃત્યુ પામ્યો. ડૉક્ટરે જણાવ્યા મુજબ ચિત્તો માનવ ભક્ષી હતો અને તેણે બાળકની પીઠ પર પંજાના નખ ઘુસાડી દીધા હોવાથી બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ઘણું લોહી વહી જવાના કારણે બાળકનો જીવ ના બચાવી શકાયો.
બાળકના પિતા ભીખુભાઈ જોરિયાને ઈલાજ માટે ઉના જિલ્લાના સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં. જ્યાં તેમને દાખલ કરાવવામાં આવ્યા છે. ભીખુભાઈ જોરિયાની પત્ની મુજબ, તેઓ તેમના પતિ ભીખુભાઈ જોરિયા ખેતરે કામ કરી રહ્યા હતા. બાળક બાજુમાં જ રમી રહ્યો હતો, અને ત્યાં જ ચિત્તાએ હુમલો કર્યો. ઘટનાની જાણકારી મળતાં જ વનવિભાગની ટીમ ત્યાં દોડી આવી. ટીમે ચિત્તાની શોધખોળ હાથ ધરી છે.
વનવિભાગના કર્મચારીએ જણાવ્યું, 'ચિત્તાને પકડવા માટે પિંજરું લગાવવામાં આવ્યું છે. ચિત્તો માણસો પર હુમલો કરી રહ્યો હોવાની લોકોની ફરિયાદ મળી રહી છે, અત્યાર સુધીમાં આ ચિત્તો 15 લોકો અને અન્ય એક બાળક પર હુમલો કરી ચૂક્યો છે.'
-
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ










Click it and Unblock the Notifications
