ગીર સોમનાથ જિલ્લામાં મેગા ડિમોલેશન, 320 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાઈ
ગીરસોમનાથ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ છે. આ ડિમોલેશનમાં 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરાઈ છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અને વહિવટી વિભાગે સાથે મળીને પ્રભાસ પાટણ રોડ પર આવેલી અંદાજિત 58 એકર જમીન ખુલ્લી કરી છે. ડિમોલેશન કરાયેલી જગ્યાઓ આઝાદી સમયથી વિવાદીત હતી.

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યુ કે, 9 ધાર્મિક સ્થળો અને 45 રૂમનો ઉપયોગ મુસાફિર ખાના તરીકે કરવામાં આવી રહ્યો હતો. જમીનની કિંમત 320 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અમે નોટિસ આપી હતી પરંતુ યોગ્ય જવાબ ન મળતા કાર્યવાહી કરવામાં આવી છે.
વેરાવળ સોમનાથ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ સામેનાં વિસ્તારમાં ડીમોલિશનમાં ધાર્મિક સ્થળો સહિત ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેસીબી, હિટાચી, મશીનો, ડમ્પર, સહિતનાં સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
#WATCH | Demolition drive underway at Gir Somnath in Gujarat. pic.twitter.com/LErlQJGZZw
— ANI (@ANI) September 28, 2024
આ મેગા ડિમોલિશનમાં જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતનાં મુખ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
