દિલ્હી ગેંગરેપમાં ત્રણની ધરપકડ કરાઇ

રેપ કેપિટલ તરીકે જાણીતા બનેલા દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારની વારદાતે મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ખડા કરી દીધા છે. રવિવારે રાત્રે દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 23 વર્ષીય પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. જે હાલ જીવન અને મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે બસમાં છ લોકોએ સામુહિક બળાત્કાર દરમિયાન યુવતી અને તેના 27 વર્ષીય મિત્ર સાથે મારપીટ કરી હતી અને પછી વસ્ત્રો ઉતારી મહિપાલપુર નજીક ચાલું બસમાંથી નીચે ફેંકી દીધી હતી.
યુવતીના મિત્રની મદદથી પોલીસે આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા અને તેમને પકડવામાં સફળતાં મેળવી હતી. આ મામલે અત્યારસુધી પકડાયેલા લોકોમાં મુખ્ય આોપી રામ સિંહ અને તેનો ભાઇ મુકેશ છે. જ્યારે બળાત્કાર થઇ રહ્યો હતો ત્યારે રામ સિંહ બસ ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે ઘટનાની રાત્રે રામ સિંહના બદલે તેનો ભાઇ બસ ચલાવી રહ્યો હતો, જ્યારે રામ સિંહ મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. આ દરમિયાન પોતાના બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોઇને પરત ફરી રહેલી પીડિત યુવતી બસમાં ચઢી હતી, જ્યાં તેની સાથે સામુહિક બળાત્કાર ગુજારાયો હતો.












Click it and Unblock the Notifications
