For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 વર્ષની બાળકી પર 2 દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 19 એપ્રિલ: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કિશોરી સાથે બળાત્કારની શરમજનક ઘટના સામે આવી છે. આ બળાત્કાર એક પાંચ વર્ષની બાળકી સાથે ગુજારવામાં આવ્યો છે. પૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં ભાડે રહેનાર એક યુવકે પાંચ વર્ષની માસૂમ સાથે સતત બે દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. પકડાઇ જવાના ડરથી રૂમમાં બંધ કરીને ફરાર થઇ ગયો હતો. તે પાંચ દિવસ સુધી એ રૂમમાં બંધ રહી હતી.

પાંચ દિવસ બાદ બાળકીના રડવાનો અવાઝ સાંભળીને તેને રૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી. જો કે હાલ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે, તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

રવિવારે સાંજે બાળકી રમતાં-રમતાં ગાયબ થઇ ગઇ હતી. પરિવારજનોએ તેની ઘણી શોઘખોળ કરી હતી પરંતુ કોઇ ખબર અંતર મળ્યા ન હતા. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો તે બેહોસ હાલતમાં પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવક પહેલા માળે રહેનાર બાળકીને ફોસલાવી-પટાવીને ભોંયતળિયાવાળા રૂમમાં લઇ ગયો હતો અને પછી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ગત ચોવીસ કલાકમાં દિલ્હીમાં ત્રણ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. ન્યૂ અશોક નગર વિસ્તારમાં ત્રણ યુવકોએ સ્કૂલ જઇ રહેલી 15 વર્ષની બાળકી સાથે ગેંગરેપ ગુજાર્યો હતો. બીજી તરફ નાનકપુરામાં નેપાળી મૂળની છોકરી ઓવરબ્રિજ પાસે અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી અને તેની સાથે પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

English summary
In a shocking incident, a five-year-old girl was repeatedly raped by her neighbour for two days in Gandhi Nagar area here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X