For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલકા લાંબાને મળી ગઇ 'આપ'ની ટિકીટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ડિસેમ્બર: 20 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કર્યા બાદ ખાલી હાથ રહેનાર ડીયૂની પૂર્વ અધ્યક્ષ અલકા લાંબાને જોકે તેમની મહેનતનું ઇનામ આમ આદમી પાર્ટી દ્વારા મળી ગયું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની ટિકીટ આમ આદમી પાર્ટીએ અલકા લાંબાને આપી છે. શનિવારે મોડી સાંજે જાહેર કરવામાં આવેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ચોથી યાદીમાં અલકા લાંબાનું નામ પણ સામેલ હતું. પાર્ટીએ તેમને ચાંદની ચોકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં જ અલકા લાંબાએ કોંગ્રેસ પાર્ટી છોડી દિધી હતી અને ત્યારબાદ તે સતત આમ આદમી પાર્ટીને સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. તેમણે આપ પાર્ટીના નેતા બન્યા બાદ ચાર મહિના સુધી 'સક્રિય વોલંટિયર'ના રૂપમાં કામ કર્યું છે.

alka-lamba

અલકા લાંબાને મળી ગઇ 'આપ'ની ટિકીટ
અત્રે ઉલ્લેખનીય છે કે અલકા દિલ્હી યુનિવર્સિટીમાં 1995માં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ હતી અને ત્યારબાદ બે વર્ષ ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (એનએસયૂઆઇ)ની રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાઇ હતી. વર્ષ 2003ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અલકા લાંબા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા મદનલાલ ખુરાનાને પડકાર ફેંક્યો હતો, પરંતુ તે હારી ગઇ હતી.

ગત ચૂંટણીમાં મદનલાલ ખુરાના સામે હારી ગઇ હતી અલકા લાંબા
ગત દિવસો અલકા લાંબા એક ફેસબુક પોસ્ટને લઇને વિવાદમાં રહી હતી. તેમણે આમ આદમી પાર્ટીમાંથી તગેડી મુકવામાં આવેલા નેતા વિનોદ કુમાર બિન્ની પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના ફેસબુક એકાઉંટ પર અલકા લાંબા માટે લખ્યું હતું કે તે પોતાના ઘરમાં સેક્સ રેકેટ ચલાવે છે.

જેનાપર અલકા લાંબાએ ખૂબ હાયતૈબા મચાવી હતી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી પરંતુ બાદમાં વિનોદ બિન્નીએ તેમને જ કાયદાકીય નોટીસ પકડાવી દિધી અને કહ્યું હતું કે કોઇએ તેમના ફેસબુક એકાઉંટ દ્વારા આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે.

English summary
The Aam Aadmi Party on Saturday announced its fourth list of six candidates for the impending Delhi Assembly polls which includes Alka Lamba from the famous Chandani Chowk seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X