અલકા લાંબા કોંગ્રેસનો સાથ છોડ્યો, 'આપ'માં જોડાશે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાએ ગુરૂવારે પાર્ટીને અલવિદા કહેતાં 20 વર્ષોના જોડાણનો અંત કરી દિધો છે. અલકા લાંબાએ આમ આદમી પાર્ટી (આપ)માં સામેલ થવાની પરવાનગી માંગી છે. અલકા લાંબાએ ટ્વિટ કર્યું છે કે 20 વર્ષ પસાર કર્યા બાદ કોંગ્રેસ અને તેના નેતૃત્વને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

અંતમાં હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ધન્યવાદ કહેવા માંગું છું. અલકા લાંબા (38) આપના કાર્યાલયમાં પહોંચી. તમે શનિવારે દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહ્યાં છો. આપના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે અલકા લાંબાએ સભ્યપદનું અરજી ફોર્મ ભરવું પડશે અને ચાર મહિના સુધી 'સક્રિય વોલંટિયર'ના રૂપમાં કામ કરવું પડશે. ત્યારબાદ જ પાર્ટીમાં લેવી કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

alka-lamba

અલકા લાંબા દિલ્હી યુનિવર્સિટીમાં 1995માં વિદ્યાર્થી સંધની અધ્યક્ષ તરીકે ચૂંટાઇ હતી અને તેના બે વર્ષ બાદ એનએસયૂઆઇની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઇ હતી. વર્ષ 2003ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અલકા લાંબાએ ભાજપના કદાવર નેતા મદનલાલ ખુરાનાને પડકાર ફેંક્યો હતો, પરંત પરાજિત થઇ હતી.

English summary
Alka Lamba, a Delhi politician, began trending on Twitter soon after reports that she is quitting the Congress to join the Aam Aadmi Party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.