For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણા આજે દિલ્હી પહોંચશે, રણનિતી પર ચર્ચા કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

anna-hazare
નવી દિલ્હી, 3 ડિસેમ્બર: ગાંધીવાદી વિચારધારાવાળા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે ત્રણ દિવસીય ઓરિસ્સાના પ્રવાસ બાદ સોમવારે દિલ્હી પરત ફરશે. અણ્ણા હજારે દિલ્હીમાં 10 ડિસેમ્બર સુધી રહેશે અને આગળની રણનિતી અંગેની યોજના બનાવશે. આ જાણકારી ઇન્ડિયા અગેન્ટ કરપ્શન (આઇએસી)ના એક કાર્યકર્તાએ આપી હતી.

મળતી માહિતી મુજબ દિલ્હી આવ્યા બાદ અણ્ણા હજારે નવગઠિત 15 સભ્યોવાળી ટીમના સભ્યો અને કાર્યકર્તાઓની સાથે બેઠક યોજી આગળની રણનિતી અંગે ચર્ચા કરશે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે અણ્ણા હજારે દિલ્હી પહોંચ્યા બાદ સૌથી પહેલાં મહારાષ્ટ્ર સદન જશે અને પછી ત્યાંથી સર્વોદય ઇંક્વેલ સ્થિત ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કાર્યાલયમાં લોકો સાથે મુલાકાત કરશે.

આઇએસીના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે અણ્ણા હજારે ટીમના પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી અભિયાનનો કાર્યક્રમ નક્કી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર આ અભિયાન શરૂ કરવાના છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ અણ્ણા હજારે દિલ્હીમાં 10 ડિસેમ્બર સુધી રોકાશે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દરમિયાન કેટલાક રાજકીય નેતાઓ તેમને મળવા આવી શકે છે.

English summary
Social activist and Gandhian Anna Hazare is scheduled to reach Delhi today after a three-day Odisha tour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X