For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીના નિર્માણ બાદ IACના નામનો ઉપયોગ નહી: કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

anna-hazare-arvind-kejariwal
નવી દિલ્હી, 12 નવેમ્બર: અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે 26 નવેમ્બર બાદ પોતાની રાજકીય પાર્ટીના નિર્માણ બાદ 'ઇન્ડિયા અગેન્ટ કરપ્શન' (આઇએસી)ના નામનો ઉપયોગ કરશે નહી. કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે 'અણ્ણા અમારા માટે ખૂબ જ લોકપ્રિય છે, હું તેમનો ખૂબ આદર કરું છું. 26 નવેમ્બરે અમારી પાર્ટીની શરૂઆત બાદ અમે આઇએસીના નામનો ઉપયોગ કરશે નહી. આ પહેલાં પણ તેમને કહ્યું હતું કે તે અણ્ણા હઝારેને પોતાના ગુરૂ માને છે અને તેમની સાથે રોજ વાત કરે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અણ્ણા હઝારે તેમને આઇએસીના નામનો ઉપયોગ બંધ કરવાનું કહે છે તો તે તેનો ઉપયોગ નહી કરે. તેમને અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓના દાવા અંગે પ્રશ્ન કર્યો છે કે તે આઇએસીનું નામ તેમની પાસે જ રહેશે. સામાજિક કાર્યકર્તા કિરણ બેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે આઇએસીનું નામ અણ્ણા હઝારેના સાથે જ રહેશે. અમે આઇએસીના નામથી દાન ઉધરાવીશું. પ્રજા આઇએસીના નામે દાન આપી શકે છે. અરવિંદ કેજરીવાલના સંગઠનનું નામ 'પબ્લિક કાઝ રિર્ચર્સ ફાઉન્ડેશન (પીસીઆરએફ) છે.

અણ્ણા હઝારેએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઇએસીનું બેંક એકાઉન્ટ કિરણ બેદી, સુનીતા ગોદર અને લેફ્ટિનેંટ કર્નલ બિજેન્દર કોખરના નામે રહેશે. આ બધા નવી સમન્વય સમિતિના સભ્ય છે. શનિવારે અણ્ણા હઝારેની નવી ટીમની બેઠક બાદ સંગઠનના લોકોને ભારપૂર્વક કહ્યું હતું કે આઇએસી નામનું તેમની સાથે રહેશે. કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા હઝારેએ સંગઠન છોડ્યું નથી પરંતુ કેજરીવાલના નેતૃત્વવાળી ટીમ રાજકારણમાં પ્રવેશ કરવા માંગતી હતી. તે પાર્ટીના નવા નામની જાહેરાત કરશે, માટે નામને લઇને કોઇ સમસ્યા ઉભી થશે નહી.

સંગઠન તરફથી ગઇકાલે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં અણ્ણા હઝારેએ સમન્વય સમિતિની રચના કરી છે જેથી ઇન્ડિયા અગેન્ટ કરપ્શન આંદોલનમાં નવી ઉર્જા ફૂંકી શકાય. તે સમયે સંકેત મળી ગયા હતા કે ઇન્ડિયા તે અગેન્ટ કરપ્શન નામને છોડવા માંગતા નથી. અણ્ણા હઝારેએ ભારતના ભષ્ટ્રાચાર મુક્ત કરવાના સંકલ્પ સાથે દક્ષિણ દિલ્હીના સર્વોદય એન્કવેલમાં પોતાના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યુ છે.

કાર્યાલયના ઉદધાટન બાદ અણ્ણા હઝારેએ કહ્યું હતું કે 'હવે સમય આવી ગયો છે કે ઘરે ઘરે જઇને ભષ્ટ્રાચાર વિરૂદ્ધના સંદેશનો પ્રસાર કરવો જોઇએ. અણ્ણા હઝારે શનિવારે 15 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. તેમને મહાત્મા ગાંધીની પુણ્યતિથી 30 જાન્યુઆરીથી દેશભરમાં ભષ્ટ્રાચાર વિરૂદ્ધ અભિયાન શરૂ કરવાની વાત કરી હતી.

English summary
Arvind Kejriwal on Sunday said his group will not use 'India Against Corruption' (IAC) as its name after the formation of his political party on November 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X