For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1984 સિખ રમખાણ કેસ: સજ્જન કુમારની સુનાવણી ટળી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sajjan-kumar
નવી દિલ્હી, 29 એપ્રિલ: 1984ના સિખ વિરોધી રમખાણોના કેસનો આજે દિલ્હી હાઇકોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. આ રમખાણોમાં 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારની અરજી પર આજે ચૂકાદો સંભળાવશે. આ કેસમાં ગત વર્ષે ડિસેમ્બરમાં સુનાવણી પુરી કરવામાં આવી હતી.

Update: 11:28 AM

1984 સિખ રમખાણોના આરોપી કોંગ્રેસ નેતા સજ્જન કુમારની અરજી પર આજે સુનાવણી ટળી ગઇ છે અને હવે આગામી સુનાવણી 15 મેના રોજ થશે. સાથે જ કેંટ વિસ્તારમાં થયેલા સિખ વિરોધી રમખાણો પર દિલ્હીની એક કોર્ટે મંગળવારે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. આ બંને કેસમાં સજ્જન કુમાર મુખ્ય આરોપી છે.

સજ્જન કુમાર વિરૂદ્ધ પહેલો કેસ સુલ્તાનપુરી વિસ્તારમાં થયેલા રમખાણનો છે જ્યાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સજ્જન કુમાર પર નિચલી કોર્ટમાં આ કેસને લઇને આરોપો નક્કી થઇ ચૂક્યાં છે અને તેના વિરૂદ્ધ જુલાઇ 2010માં હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કેસની સુનાવણી બાદ ગત ડિસેમ્બરમાં કોર્ટે પોતાનો ચૂકાદો પેન્ડિંગ રાખ્યો હતો.

બીજી તરફ માનવામાં આવે છે કે આજે કોર્ટ પોતાનો ફેંસલો સંભળાવશે. આ કેસમાં સજ્જન કુમાર સાથે વેદ પ્રકાશ પ્યાલ ઉર્ફે વેદૂ પ્રધાન અને બ્રહ્માનંદ ગુપ્તા પણ આરોપી છે અને તેમને પણ તહોમતનામાને પણ હાઈ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. અરજદાર શીલા કૌરે આ કેસમાં સજ્જન કુમાર સહિત ચાર અન્ય આરોપીઓ વિરૂદ્ધ આપરાધિક કાવતરું રચવાનો આરોપ લગાવવા માટે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. દિલ્હીમાં સિખ વિરોધી રમખાણો દરમિયાન સુલ્તાનપુરી વિસ્તારમાં છ વ્યક્તિઓની હત્યાના મુદ્દે જુલાઇ 2010માં નિચલીકોર્ટે સજ્જન કુમાર, બ્રહ્માનંદ ગુપ્તા, પેરૂ, ખુશાલ સિંહ અને વેદ પ્રકાશ વિરૂદ્ધ આરોપો નક્કી કર્યા હતા.

તેમના વિરૂદ્ધ હત્યા અને રમખાણો કરવાની સાથે જ બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરવાના આરોપોમાં પણ આરોપો નિર્ધારિત કર્યા છે. સીબીઆઇએ સજ્જન કુમાર અને બીજા આરોપીઓ વિરૂદ્ધ બે આરોપ પત્ર દાખલ કર્યા છે. નાણાવટી આયોગે રમખાણોની ઘટનાઓની તપાસ કરી હતી.

English summary
The Delhi High Court will pronounce its verdict on a plea of Congress leader Sajjan Kumar against a trial court order framing charges against him in a 1984 anti-Sikh riots case related to the killings of 6 persons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X