For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCI ચીફ શ્રીનિવાસનને રાજીનામું આપવું પડશે: સૂત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 મે: બીસીસીઆઇના અધ્યક્ષ પદ પર બિરાજમાન શ્રીનિવાસન માટે સારા સમાચાર નથી. બીસીસીઆઇ સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનિવાસનના વિરોધી દળ તેમના વિરૂદ્ધ બહુમત હોવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિરોધી દળે શ્રીનિવાસનના રાજીનામાને લઇને આગામી થોડાં દિવસો સુધી રાહ જોઇ છે. એમ કહેવામાં આવે છે કે જો આગામી થોડાં દિવસોમાં શ્રીનિવાસન રાજીનામું નહી આપે તો તેમના વિરૂદ્ધ જનરલ બોડી મીટિંગ બોલાવવામાં આવશે.

સ્પૉટ ફિક્સિંગ મુદ્દે શ્રીનિવાસન પર રાજીનામાનું દબાણ વધવા લાગ્યું છે. દબાણ એ પ્રકારે છે કે શ્રીનિવાસન માટે પોતાની ખુરશી બચાવી રાખવી હવે લગભગ મુશ્કેલ છે. તેમને બીસીસીઆઇથી બહાર કરવા માટે રાજકીય લાંબી તેજ થઇ ગઇ છે. પહેલાં એવું લાગતું હતું કે તેમની ગાદી ખતરામાં નથી પરંતુ હવે એવું લાગતું નથી.

srinivasan

આ પહેલાંના ઘટનાક્રમમાં ગુરૂનાથ મયપ્પનની સટ્ટેબાજીના આરોપોમાં ધરપકડ ચર્ચા માટે બોર્ડની બેઠક નહી બોલાવવા માટે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનની આકરી ટીકા કરનાર બોર્ડ કોષાધ્યક્ષ અજય શિરકેએ કહ્યું હતું કે આ મુદ્દે હું રાજીનામું આપવાનું વિચારી રહ્યો છું. અજય શિરકેએ કાલે નૈતિક આધાર પર શ્રીનિવાસનના રાજીનામા માટે કહ્યું હતું. તેમને કહ્યું હતું કે તે આ નિર્ણય કરતાં પહેલાં તે થોડાં દિવસો રાહ જોશે.

English summary
The government Wednesday called for the resignation of BCCI president Srinivasan on his son-in-law Gurunath Meiyappans police custody was extended till Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X