For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 Day ભારતબંધ: નોઇડામાં આગચંપીના બનાવો, અંબાલામાં એકનું મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bharat-bandh
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: આજે ભારત બંધ છે જેની વ્યાપક અસર જોવા મળી રહી છે. બે દિવસના આ ભારત બંધમાં 20 હજાર કરોડનું નુકસાન થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારત બંધથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ ટ્રેનો રોકી દિધી છે. દિલ્હીના રસ્તાઓ પર રિક્ષા ખૂબ ઓછી જોવા મળે છે. દિલ્હીમાં મેટ્રોમાં જરૂરિયાત કરતાં વધારે ભીડ છે. 11 ટ્રેડ યુનિયન 48 કલાકની હડતાલ પર છે.

Upadate: 2:30 PM

બે દિવસની હડતાલ દરમિયાન ઉત્તર પ્રદેશના નોઇડાથી પણ હિંસાના સમાચારો સામે આવી રહ્યાં છે. નોઇડાના ફેઝ-2 ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયા સ્થિત હોજરી કોમ્પલેક્સ એરિયામાં હડતાલી કર્મચારીઓએ કેટલીક કંપનીઓના કાચ તોડી દિધા છે. પથરાવ અને આગચંપીની ઘટનાઓ ઘટી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સેક્ટર-63માં પણ તોડફોડના સમાચાર પણ પ્રાપ્ત થયા છે.

નોઇડાના સેક્ટર 57 અને લેબર ચોકની આસપાસની ઓફિસોમાં હડતાલ સમર્થકોએ હોબાળો મચાવ્યો છે. કેટલીક ઓફિસોના કાચ તોડી નાખવામાં આવ્યાં હતા અને ત્યારબાદ ઓફિસોને બંધ કરી દેવામાં આવી છે. કેટલાક સ્થળોએ કર્મચારીઓના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. વણસેલી સ્થિતી પર કાબૂ મેળવવા માટે પીએસી કંપનીઓને બોલાવવામાં આવી હતી.

Upadate:1.00 PM

આજે સવારથી જ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. હડતાલનો ભયાનક ચહેરો આજે સવારે જોવા મળ્યો હતો. અંબાલામાં સવારે એક ટ્રક યુનિયનના નેતાની હત્યા કરવામાં આવી છે. એઆઇટીયૂસી યુનિયનના કોષાધ્યક્ષ નરેદ્ર સિંહની અજાણ્યા લોકોએ અંબાલા બસ સ્ટેશન નજીક ચાકુ મારીને હત્યા કરી દિધી છે. હડતાલ હોવાછતાં લોકો ડેપોમાંથી બસ નિકાળવા માંગતા હતા.

સરકાર અને શ્રમ સંગઠનો વચ્ચે વાતચીત નિષ્ફળ નિવડ્યા બાદ શ્રમ સંગઠનોની બુધવારથી પ્રસ્તાવિત બે દિવસના ભારત બંધ મંગળવાર રાત્રેથી શરૂ થઇ ગયું હતું.
રાષ્ટ્રવ્યાપી ભારત બંધનું આહવાન દેશના પંજીકૃત 11 શ્રમ સંગઠનોએ કર્યું છે. શ્રમ સંગઠનોએ પાર્ટીના કારણકારણથી ઉપરવટ થઇને બે દિવસની હડતાલનું આહવાન કર્યું છે. યૂપીએ સરકારની જનવિરોધી નિતીઓ અને મોંઘવારી વિરૂદ્ધ શ્રમ સંગઠનોએ આ હડતાલ કરી છે.

ટ્રેડ યુનિયનોએ કહ્યું હતું કે રક્ષા મંત્રી એ કે એંટનીની અધ્યક્ષતાવાળી સમિતિ તેમને ઠોસ પ્રસ્તાવ આપવામાં નિષ્ફળ રહી અને તેમની તરફથી રાખવામાં આવેલી એકપણ માંગને સ્વિકારી કરી નથી.

English summary
A mega two-day trade union strike started on Wednesday after union leaders failed to arrive at a consensus in talks with the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X