For Daily Alerts
પી.એમ પદ માટે ભાજપમાં 100 વધુ ઉમેદવાર: હરીશ રાવત
નવી દિલ્હી, 8 ઑક્ટોબર: સંસદીય કાર્યમંત્રી હરીશ રાવતે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીમાં વડાપ્રધાનના પદ માટે 100 વધુ ઉમેદવારો છે. ઉલ્લેખનીય છે કે આજ દિવસ સુધી એનડીએમાં 2014 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં વડાપ્રધાનના પદ માટે ખેંચતાણ ચાલતી રહી છે. ત્યારે હરીશ રાવતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સામન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ ગઠબંધનની જીત થશે.
તેમને કહ્યું હતું કે 'ભાજપમાં વડાપ્રધાનના પદ માટે 100 વધુ ઉમેદવાર છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ફક્ત ચૂંટણી લડતા રહેશે જીતી શકશે નહી. તેમને એક યાદ રાખવી જરૂરી છે કે દેશ તેને જ વડાપ્રધાન બનાવશે જે ધર્મનિર્પેક્ષ અને ઉદાર સ્વભાવનો હશે.
રાવતે કહ્યું હતું કે ભાજપ કે તેના સાથીઓ પાસે એક પણ ઉમેદવાર નથી. તેમના સહયોગી દળમાં એક-બે નેતા એવા છે અથવા તેમને ભૂલાવી દેવામાં આવ્યાં છે અથવા ભાજપ દ્રારા તેમને નજરઅંદાઝ કરવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનપદના ઉમેદવારને લઇને એનડીએ ગઠબંધનમાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના પર ખેંચતાણ ચાલી રહી છે. જો કે ભાજપે વારંવાર એ સ્પષ્ટતા આપી છે કે એનડીએમાં વડાપ્રધાન પદને લઇને કોઇ મતભેદ નથી.