For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નલિની ચિદંમ્બરમ સુધી પહોંચ્યો ચિટફંડ ગોટાળાનો રેલો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chidambaram-addresses
નવી દિલ્હી, 26 એપ્રિલ: પશ્વિમ બંગાળમાં તાજેતરમાં સામે આવેલા 20 હજાર કરોડના શારદા ચિટફંડનો રેલો કેન્દ્રીય નાણામંત્રી પી ચિદંમ્બરમના ધર સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. શારદા ગ્રુપના પ્રમોટર સુદીપ્તો સેને કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ)ને જે પત્ર લખ્યો છે, તેમાં નલિનીનું નામ આવ્યું છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે નલિની ચિદંમ્બરમની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુદીપ્તો સેને આ પત્રમાં પી ચિદંમ્બરમની પત્ની નલિની ચિદંમ્બરમ પર આંગળી ચિંધતા કહ્યું છે કે નોર્થ ઇસ્ટમાં ટીવી ચેનલની ડીલમાં નલિની ચિદંમ્બરમે વકીલની ભૂમિકા ભજવી હતી. આ પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે નલિની ચિદંમ્બરમ, સુદીપ્તો સેન અને મતંગ સિંહ તથા તેમની પત્ની મનોરંજન સિંહ વચ્ચે ચેનલને ખરીદવાની ડીલમાં વકીલ હતી.

ચિટફંડ ગોટાળામાં કથિત રીતે સામેલ શારદા ગ્રુપના અધ્યક્ષ સુદીપ્તો સેને સીબીઆઇને લખેલા પત્રમાં કથિત રીતે કહ્યું છે કે નેતાઓ, પત્રકારો તથા વકીલોએ તેમને બ્લેકમેલ કર્યા અને તેમને બચાવવાનો વિશ્વાસ અપાવી તેમની પાસેથી પૈસા લીધા. સુદીપ્તો સેનને બે દિવસ પહેલાં જમ્મૂ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી.

સુદીપ્તો સેને પોતાના પત્રમાં જે લોકોના નામ લીધા છે તેમને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ શ્રીન્જય બોસ અને કૃણાલ ઘોષ, અસમથી કોંગ્રેસના એક મંત્રી અને નલિની ચિદંમ્બરમ સામેલ છે. બોસ અને ઘોષે પોતાના વિરૂદ્ધ લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

બીજી તરફ નલિની ચિદંમ્બરમનું નામ લીધા વિના તૃણમૂલ કોંગ્રેસે પોતાની આધિકારીક વેબસાઇટ પર શારદા ગોટાળામાં ચેન્નઇની એક મહિલા વકીલ ડીલ કેમ કરી રહી હતી? કોંગ્રેસના મંત્રી સ્પષ્ટીકરણ આપવું પડશે.

તૃણમૂલ કોંગ્રેસે જે સવાલ કર્યા છે તેમાં આ આરોપ પણ છે કે મહિલા વકીલે એક કરારનો ડ્રાફ તૈયાર કરવા માટે એક કરોડ રૂપિયા લીધા હતા. એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે તેમને આટલી મોટી ફી કેમ આપવામાં આવી. એક સવાલ એ પણ છે કે જ્યારે નવી દિલ્હી અને ગુવાહાટીમાં સારા-સારા વકીલ ઉપલબ્ધ હતા તો ચેન્નઇની એક વકીલની મદદ કેમ લેવામાં આવી.

જો કે નલિની ચિદંમ્બરમના અંગત સૂત્રોએ આ આરોપોને નકારી કાઢતાં તેમને પૂર્વોત્તરના એક ટીવી ચેનલમાં રોકાણ માટે શારદા ગ્રુપ પર દબાણ બનાવ્યું હતું. સૂત્રોએ દાવો કર્યો છે કે નલિની ચિદંમ્બરમે તો ચેનલને સલાહ આપી હતી કે શારદા સમૂહ પાસે પૈસા ન લે. સૂત્રોએ કહ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મતંગ સિંહની પત્ની અને પૂર્વ પત્રકાર મનોરંજના સિંહની પેરવી માટે નલિની ચિદંમ્બરમને વકીલ તરીકે રાખવામાં આવ્યા હતા. મનોરંજના સિંહ દ્રારા પોતાના પતિ અને મેસર્સ પોઝિટીવ ટીવી લિમિટેડ વિરૂદ્ધ કંપની લો બોર્ડ સમક્ષ દાખલ અરજીમાં નલિની ચિદંમ્બરમને વકીલ તરીકે રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યાં હતા.

તેમને કહ્યું હતું કે મનોરંજના એક ટીવી ચેનલ શરૂ કરવાની યોજના બનાવી રહી હતી અને આ મુદ્દે તેમને નલિની ચિદંમ્બરમનો સંપર્ક કર્યો હતો. શારદા ગ્રુપનો પ્રસ્તાવ હતો કે તે આ કંપનીમાં રોકાણ કરશે જે મનોરંજના શરૂ કરવાની યોજના બનાવી રહી હતી.

સૂત્રોએ કહ્યું હતું કે નલિની ચિદંમ્બરમ અને અન્ય વકીલોએ પોતાના રિપોર્ટમાં મનોરંજનાને કહ્યું હતું કે શારદા ગ્રુપમાંથી રોકાણ સ્વીકાર કરવાનો મુદ્દો આગળ વધ્યો નથી. બાદમાં આ પ્રસ્તાવ ઠંડો પડી ગયો. મનોરંજનાની કંપની અને શારદા ગ્રુપ વચ્ચે જે સહમતિ-પત્ર પર સહીઓ થઇ હતી તેને પણ રિપોર્ટ મળ્યા બાદ સાઇડમાં કરી દેવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે નલિની ચિદંમ્બરમની સલાહ હતી કે શારદા ગ્રુપ પાસેથી ધનરાશિ લેવામાં ન આવે.

English summary
Sudipta Sen and the Trinamool Congress drag Finance Minister P Chidambaram's lawyer wife Nalini in the chit fund scam, her client Manoranjana Sinh has stepped in to defend her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X