For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં બચાવ અભિયાન મુદ્દે કોંગ્રેસ-ભાજપ આમને-સામને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જૂન: કોંગ્રેસે મંગળવારે રાહુલ ગાંધીના પૂર પ્રભાવિત ઉત્તરાખંડના પ્રવાસને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસથી અલગ ગણાવતાં કહ્યું હતું કે પાર્ટી ઉપાધ્યક્ષ 'ફોટો સેશન' માટે ગયા ન હતા.

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી ફોટો સેશન માટે ગયા ન હતા. તેમને નરેન્દ્ર મોદીની માફક એવો કોઇ દાવો કર્યો નથી કે આટલા લોકોના જીવ બચાવી લીધા છે. તેમને રાહુલ ગાંધીનો બચાવ કરતાં કહ્યું હતું કે તે રોડ માર્ગે ત્યાં ગયા હતા.

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે બચાવ અભિયાન લગભગ પૂર્ણ થઇ ગયું છે. હા થોડું અભિયાન ચાલુ છે, રાહુલ ગાંધીએ હેલિકોપ્ટર લીધુ ન હતું. તે રોડ માર્ગે ત્યાં ગયા અને ત્યાં રોકાયા હતા. પૂર પ્રભાવિત રાજ્યના પ્રવાસ માટે નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કરતાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે એવું જુઠ્ઠું ન બોલવું જોઇએ કે તેમને 15 હજાર લોકોના જીવ બચાવ્યા છે.

rahul-narendra-uttarakhand

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી ટીકાઓ અને રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા બદલ ખિન્નતા વ્યક્ત કરતાં ભાજપાએ આજે કહ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ કરતાં બચવું જોઇએ. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ઉત્તરાખંડમાં આવેલી હોનારત પર સવાલ ઉઠાવ્યાં છે, હું એટલું જ કહેવા માંગીશ કે કોઇપણ રાજકીય પક્ષે આ મુદ્દે રાજકારણ રમવું જોઇએ નહી.

તેમને કહ્યું હતું કે કોઇ મુખ્યમંત્રી કે કોઇ રાજકીય પક્ષ ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિતોની મદદ કરવા માંગે છે તો મારું માનવું છે કે તે મદદને સ્વિકાર કરવી જોઇએ, ના કે કોઇ રાજકીય મુદ્દો બનાવીને તેને ઉછાળવો જોઇએ નહી. કોંગ્રેસ પ્રવક્તા રેણુકા ચૌધરીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી 15 હજાર લોકોને બચાવવાનો દાવો કરીને 'રેમ્બો' બનવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે તેમનો પ્રવાસ ફક્ત ફોટા પડાવવા માટે જ હતો.

English summary
The Congress on Tuesday sought to differentiate Rahul Gandhi's visit to flood-hit Uttarakhand from that of Narendra Modi, saying he is not going for "photo- ops" even as it faced BJP attack for deriding the Gujarat Chief Minister's rescue efforts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X