ઓવૈસીના ભડકાઉ ભાષણ સાથે હૈદરાબાદ વિસ્ફોટનું કનેકશન?

હવે સમય આવી ગયો છે કે આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. સુષ્મા સ્વરાજે હૈદરાબાદના એમઆઇએમના ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીના એક વિવાદિત નિવદેનનો મુદ્દો પણ બ્લાસ્ટના સંદર્ભમાં પણ ઉઠાવ્યો હતો. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગત મહિને એક માનનીય સાંસદના ભાઇએ હૈદરાબાદમાં ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો પોલીસને થોડીવાર હટાવી દેવામાં આવે તો બધાનો સફાયો કરી દઇશું.
સરકારે જણાવ્યું હતું શું હૈદરાબાદ બોમ્બ બ્લાસ્ટનું તે નિવેદન સાથે કોઇ કનેકશન છે. સુષ્મા સ્વરાજે સુશિલ કુમાર શિંદેના નિવેદન પર કહ્યું હતું કે તમે જે કહ્યું છે તેનાથી મને વાંધો નથી. તમે કહ્યું હતું કે અમે રાજ્ય સરકારોને સર્તક કરી હતી. પરંતુ 9 વર્ષ બાદ તમે અફઝલ ગુરૂને ફાંસીએ ચઢાવ્યો. તમે અફઝલ ગુરૂને 9 વર્ષ બાદ ફાંસી આપી છે તેને વોટ બેંકના રાજકારણ માટે રોકી રાખ્યો હતો અને કયા રાજકારણ મુજબ તમે ફાંસી આપી.
સુષ્મા સ્વરાજે સવાલ ઉઠાવ્યો હતો કે કેન્દ્ર સરકારનું કામ ફક્ત સુચના આપવાનું છે શું તેને આગળ મદદ કરવી ન જોઇએ. આખો દેશ જાણવા માંગે છે કે શું આપણે આ ઘટના બાદ સતર્ક થયા છીએ. આ એલર્ટમાં બેંગ્લોર અને મુંબઇનું પણ નામ છે. શું સરકારે વિશ્વાસ અપાવી શકે છે કે અહીં બ્લાસ્ટ થશે નહી. સુશીલ કુમાર શિંદેના નિવેદન પર લોકસભામાં જોરદાર હંગામો મચ્યો હતો. જેના લીધે સદનની કાર્યવાહી સાડા ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
