For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં જામ્યું રાજકીય રમખાણ, આપે ખેલ્યો ભાજપ પર 'મુખી'નો દાવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 નવેમ્બર: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. દિલ્હીની ત્રણેય મુખ્ય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસણ શરૂ થઇ ગયું છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આ વખતે ભાજપને ઘેરવા માટે નવા દાવ રમી રહ્યાં છે.

ડૉ. હર્ષવર્ધને મંત્રી બન્યા પછી ભાજપની પાસે મુખ્યમંત્રી ઉમેદવારની ખોટ સાલી રહી છે અને અરવિંદ કેજરીવાલે ભાજપમાં સીમને લઇને ડબલ માઇન્ટમાં ફસાયેલી ભાજપની આ નબળી નસ પકડી છે. મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર ન કરવાના ભાજપના એલાન પર આપે દિલ્હીના ચૂંટણીના યુદ્ધને અરવિંદ કેજરીવાલ અને જગદીશ મુખી વચ્ચે જંગ ગણાવી દિધી છે.

kejriwal600

જો કે અરવિંદ કેજરીવાલ અને મુખી વચ્ચે આ લડાઇની જાહેરાત કરી સીધે-સીધ મોદી સાથે ટકરાવવાથી બચવા માંગે છે તો બીજી તરફ દિલ્હીમાં ભાજપની નબળી નસ પર હુમલો કરી રહ્યાં છે. આપે પ્રેસ કોંફ્રેંસ કરી ભાજપ પર હુમલો કર્યો અને દિલ્હીની ચૂંટણીને અરવિંદ કેજરીવાલ વર્સીસ જગદીશ મુખી ગણાવી દિધી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ભાજપની પાસે કોઇ ચહેરો નથી. જ્યારે પત્રકારોએ તેને પૂછ્યું કે તે આપ વર્સીસ જગદીશ મુખી કેમ ગણાવી રહ્યાં છે તો તેમણે કહ્યું કે જ્યારે ભાજપ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ બતાવી દેશે તો તેને પણ જોડી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે કહ્યું કે તે હરિયાણા અને મહારાષ્ટ્રના આધારે જ દિલ્હીની ચૂંટણી લડશે અને સીએમની જાહેરાત ચૂંટણી બાદ કરશે.

English summary
The Aam Admi party has even claimed Congress as an insignificant party in this poll and also announced that its convener Arvind Kejriwal will be pitted against BJP's veteran leader Jagdish Mukhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X