દિલ્હી ગેંગરેપ: ઇન્ડિયા ગેટ પર ઘાયલ થયેલા પોલીસકર્મીનું મોત

મળતી માહિતી મુજબ પોલીસકર્મી સુભાષચંદ તોમારનું આજે સવારે 6.40 વાગે મોત નિપજ્યું છે. ઇન્ડિયા ગેટ પર ગેંગરેપના વિરોધમાં ભડકેલી હિંસામાં ઘાયલ થયા બાદ સુભાષચંદ તોમારને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ લથડી પડતાં હવાલદાર સુભાષચંદ તોમારે (ઉ.વ 47) આજે સવારે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં ભરતી કરાવ્યા બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. સુભાષચંદ તોમાર ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી હતા.
સુભાષચંદ તોમારની નિમણૂક કરાવલ નગર વિસ્તારમાં કરવામાં આવી હતી. રવિવારે પ્રદર્શન દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે તેમને ઇન્ડિયા ગેટ પર બોલાવવામાં આવ્યાં હતા. તિલક માર્ગ પર ઘાયલ અવસ્થામાં તે મળી આવ્યાં હતા. તેમને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.












Click it and Unblock the Notifications
