For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ: પ્રદર્શન થયું હિંસક, જેલમાં આરોપીની ધોલાઇ, આજે 9 મેટ્રો સ્ટેશન બંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: દિલ્હીમાં ગયા રવિવારે એક ખાનગી બસમાં ચાલુ બસે કરવામાં આવેલા ગેંગ રેપના કેસમાં આરોપી રામસિંગને ગઇકાલે તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી ગેંગ રેપનો આરોપી જેલમાં આવ્યો છે એવા સમાચાર મળતા જ જેલના અન્ય કેદીઓએ તેની જોરદાર માર-પીટ કરી હતી. આ કારણે પોલીસે હવે રામસિંગને અલગ સેલમાં રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.

અપડેટ : 10.45 AM

ગેંગરેપ: પ્રદર્શન થયું હિંસક, PMની શાંતિની અપીલ, 9 મેટ્રો સ્ટેશન બંધ

દેશની રાજધાનીમાં એક અઠવાડિયા પહેલાં ચાલુ બસે થયેલા સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી યુવતીને ન્યાય અપાવવાની માંગણીને લઇને ત્રીજા દિવસે રવિવારે જોરદાર પ્રદર્શન થયું હતું. ઇન્ડિયા ગેટ પર હજારો લોકો સાંજ સુધી હાજર રહ્યાં હતા. પોલીસ દળોએ જ્યારે તેમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો તેમની ઝપાઝપી થઇ ગઇ જેમાં લગભગ 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રદર્શનકારીઓને ઇન્ડિયા ગેટ પર આવતા રોકવા અને પરિસ્થિતિને બેકાબૂ બનતી અટકાવવા માટે સોમવારે ઇન્ડિયા ગેટ પાસે આવેલા મધ્ય દિલ્હીના 9 મેટ્રો સ્ટેશન્સ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી પોલીસના આદેશ બાદ મેટ્રો સ્ટેશન્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મનમોહન સિંહે દિલ્હી બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાને લઇને થઇ રહેલા પ્રદર્શન વચ્ચે પોતાનું મૌન તોડતાં કહ્યું હતું કે આજે રાત્રે લોકોની નારાજગીને યોગ્ય અને સાચી ગણાવી પરંતુ સાથે સાથે શાંતિની અપીલ કરતાં દેશમાં મહિલાઓની યોગ્ય સુરક્ષા કરવા માટે કડક પગલાં ભરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીડીતાને જલદી ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો બીજી તરફ લોકસભામાં વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજે સર્વદલીય બેઠક બોલાવવાની માંગણી કરી છે. પોલીસે કેટલાક સ્થળો પ્રવેશ પર પ્રતિબંધ લાદી દિધો છે. પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસ અર્ધસૈનિક દળોએ લાઠીચાર્જ તથા પાણીનો મારો, તથા અશ્રુગેસનો ઉપયોગ કર્યો હતો.

manmohan-singh

પ્રદર્શનકારીઓની ભારે ભીડને જોતાં રાષ્ટ્રપતિ ભવન તરફ જતા માર્ગોને બંધ કરી દેવામાં આવ્યાં હતા અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી આપી હતી પરંતુ આક્રોશિત લોકો ઇન્ડિયા ગેટ પર હટવાનું નામ લેતાં ન હતા.

સોમવારે રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુટીનના આગમનના કારણે નજીકમાં આવેલા હૈદ્રાબાદ હાઉસમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રદર્શનકારીઓને હટાવવાનો પડકાર બની ગયો તો પોલીસે બળ પ્રયોગ વધારી દિધો હતો જ્યારે તેના જવાબમાં પોલીસ અને વાહનો પર પથ્થમારો, પાણીની બોટલો અને ચંપલો ફેંકવામાં આવ્યાં હતા. પથ્થરમારામાં પોલીસકર્મીઓને પણ ગંભીર ઇજા પહોંચી હતી અને પોલીસની કાર્યવાહીમાં લગભગ 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અન્ય સ્થળો પર જે લોકોએ પ્રવેશ નિષેધને અવગણ્યો તેની ધરપકડ કરવામાં આવી હતી.

જંતર-મંતર પર બાબા રામદેવના સમર્થકોએ પણ પ્રદર્શન કર્યું હતું. આ સાથે સાથે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (એએપી)ના કાર્યકર્તાઓએ પણ પ્રદર્શન કર્યું હતું. યોગ ગુરૂ બાબા રામદેવ અને પૂર્વ સેના પ્રમુખ વી.કે સિંહ પણ પ્રદર્શનમાં સામેલ થયાં હતા. આ ધટના વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવા માટે પોલીસની ટીકા કરી છે.

યોગ ગુરૂ બાબા રામદેવ પ્રદર્શન સ્થળ ઇન્ડિયા ગેટ તરફ આગળ વધ્યા તો તેમને પોલીસે બે કિલોમીટર પહેલાં જ રોકવામાં આવ્યાં હતા. બાબા રામદેવ બાદ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ગયા હતા જ્યાં ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારોમાં પ્રદર્શન દરમિયાન ઇજા પામેલા લોકોને ભરતી કરવામાં આવ્યાં છે.

પ્રદર્શનકારીઓમાં કેટલીક મહિલાઓએ રવિવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી સાથે મુલાકાત તેમને કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે કાનૂન અને વ્યવસ્થાની સ્થિતી જલદી બદલાઇ જશે અને પીડીતાને જલદી ન્યાય મળશે. તેમને કહ્યું હતું કે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 તથા 201 લગાવવામાં આવશે. કલમ 307 હત્યાના પ્રયત્ન તથા 201 પુરાવા નષ્ટ કરવા અથવા ખોટી માહિતી આપવા સંબંધિત છે.

કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આર.પી.એન સિંહ તથા પાર્ટી નેતા રેણુકા ચૌધરી પણ વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત સમયે હાજર હતાં. પ્રદર્શનકારીઓની ભારે ભીડ જોતાં દિલ્હી મેટ્રોના આઠ સ્ટેશન રવિવારે બંધ કરવામાં આવ્યાં હતાં. પરંતુ તેની ભીડ પર કોઇ અસર વર્તાઇ ન હતી.

દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતે પ્રદર્શનકારીઓ સાથે પોલીસના વલણથી નારાજગી દર્શાવી હતી. તો બીજી તરફ ભાજપના નેતા સુષમા સ્વરાજે કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે સાથે ટેલીફોન પર થયેલી વાતચીતમાં સરકાર પાસે માંગણી કરી છે કે સર્વદળીય બેઠક બોલવવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરે ચાલુ બસે થયેલા સામૂહિક બળાત્કારની ઘટના પર દિલ્હી અને દેશના અનેક શહેરોમાં છેલ્લાં કેટલાક દિવસોથી પ્રદર્શન યોજવામાં આવી રહ્યાં છે.

English summary
Manmohan Singh said the public anger is genuine and justified but appealed for peace while promising all steps to ensure safety of women in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X