For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ: 'દામિની'ના 4 આરોપીઓને સજા-એ-મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: સાકેત કોર્ટે આજે દિલ્હી ગેંગરેપના મહત્વપૂર્ણ કેસમાં ચારેય આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આ ચારેય આરોપીઓનો જઘન્ય આરોપ ગણાવતાં ફાંસીની સજા સંભળાવી છે. આજે આખા દેશની નજર આ કેસ પર હતી.

જે ઘટનાએ આખા દેશને હચમચાવી દિધો હતો, જેને રસ્તાથી માંડીને સંસદ સુધી હાહાકાર મચાવી દિધો હતો અને જેને દેશની જનતાને પાયાના પરિવર્તનો માટે એકજુટ કરી દિધા તેનો ચૂકાદો આવી ગયો.

જી હાં અમે વાત કરી રહ્યાં છીએ દિલ્હી ગેંગરેપની જેમાં સાકેત કોર્ટે ચારો આરોપીઓને સજા-એ-મોતની સજા સંભળાવી છે. આ પહેલાં કોર્ટે મંગળવારે ચારેય આરોપીઓને દોષી ગણાવ્યા હતા અને ત્યારબાદ બુધવારે ચૂકાદા માટે આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે વધારાના સત્રના જજ યોગેશ ખન્નાએ બે દિવસ પહેલાં સજા પર સુનાવણી કરી હતી. ફરિયાદી પક્ષે ગુનાને 'જઘન્ય' શ્રેણીનો મુદ્દો ગણાવતાં ચારેય માટે મોતની સજા સંભળાવવાની ભલામણ કરી હતી. બચાવ પક્ષે 'દયા' અને 'સુધરવાનો' અવસર આપવાની માંગ રાખી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 16 ડિસેમ્બરના રોજ 6 નરાધમોએ 'નિર્ભયા' પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો, તેમજ તેને અને તેના મિત્રને ઢોર માર મારીને ચાલતી બસમાંથી નીચે ફેંકી દીધા હતા અને તેમને બસથી ચગદી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું.

delhi-rapists-death-sentence

આ ઘટના બાદ દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. કેસ દિલ્હીની સાકેત કોર્ટમાં ચાલ્યો અને પકડાયેલા છ આરોપીઓમાંથી એકે જેલમાં આત્મહત્યા કરી લીધી અને એકને જુવેનાઇલ અંતર્ગત ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી. જ્યારે બાકીના ચાર આરોપીઓને 10 સપ્ટેમ્બરના રોજ સાકેત કોર્ટે ગુનેગાર જાહેર કર્યાદિલ્હી ગેંગરેપના 6 હેવાનો

રામ સિંહ, મુખ્ય આરોપી- તિહાડ જેલમાં આત્મહત્યા

કિશોર બળાત્કારી: જુબેનાઇલ કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી
મુંબઇ કુમાર-ફાંસી
અક્ષય ઠાકુર- ફાંસી
વિનય શર્મા- ફાંસી
પવન ગુપ્તા- ફાંસી

English summary
Delhi gangrape Death sentence for 4 accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X