Delhi MCD Results 2022 : આ 20 સીટો પર સહેજ માટે રહી ગઈ બીજેપી, થોડુ જોર લગાવ્યુ હોત તો ચિત્ર અલગ હોત
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. હાર થતા દિલ્હી મહાનગરપાલિકા પર ચાલ્યા આવતા 15 વર્ષના બીજેપીના શાસનનો અંત આવ્યો છે.
નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. હાર થતા દિલ્હી મહાનગરપાલિકા પર ચાલ્યા આવતા 15 વર્ષના બીજેપીના શાસનનો અંત આવ્યો છે. કેજરીવાલની આંધી સામે બીજેપી ટકી શકી નથી. જો કે બીજેપીની હાર વચ્ચે પણ કેટલાક એવા પરિબળો છે જે બીજેપીના પક્ષમાં જોવા મળી રહ્યા છે. વોટશેર અને જીતના માર્જીનમાં બીજેપી સહેજ માટે રહી ગઈ છે.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જીતને સૌથી મોટી જીત ગણાવી છે ત્યારે કેટલાક એવા પરિબળો પણ સામે આવ્યા છે, જે આ જીતને ઝાંખી પાડે છે.
સૌથી પહેલા સીટોની વાત કરીએ તો, 12 વોર્ડ એવા છે જ્યા જીતનું અંતર 200થી ઓછુ છે. આ 12માંથી 8 સીટ બીજેપીના ખાતામાં ગઈ છે. આ વોર્ડની વાત કરીએ તો, શકુર પુર જ્યાં ભાજપ 104 મતોથી જીત્યું, મોલરબંદ જ્યાં AAP 127 મતોથી જીતી રઘુબીર નગર જ્યાં ભાજપ 146 મતોથી જીતી, અશોક વિહાર જ્યાં ભાજપ 104 મતોથી જીત્યું, દેવલી જ્યાં ભાજપ 156 મતોથી જીત્યું બુરારી જ્યાં BJP 173 વોટથી જીતી, કેશોપુર જ્યાં BJP 176 વોટથી જીતી, મંડાવલી જ્યાં BJP 186 વોટથી જીતી અને આદર્શ નગર જ્યાં AAP 187 વોટથી જીતી તે સીટોનો સમાવેશ થાય છે.
250 સીટો ધરાવતી દિલ્હી મહાનગરપાલિકામાં સત્તા માટે 126 સીટોની જરૂર પડે છે. આમ આદમી પાર્ટીએ આસાનીથી જીત મેળવતા 134 સીટો મેળવી છે. બીજી તરફ બીજેપીના ખાતામાં 104 સીટો આવી છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી.
વોટ શેરની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીના ખાતામાં 42 ટકા મત પડ્યા છે. તે સિવાય બીજેપીને 29 ટકા અને કોંગ્રેસને 12 ટકા મત મળ્યા છે.












Click it and Unblock the Notifications
