દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સમર્થનમાં જોડાયા પ્રદર્શનકારીઓ
નવી દિલ્હી, 20 એપ્રિલ: ગુસ્સે ભરાયેલ પ્રદર્શનકારીઓને 100થી વધુ પોલીસકર્મીઓને બેરિકેડ પર રોક દિધા હતા. આ દરમિયાન બંને પ્રવેશ દ્રારોને બંધ કરી દેવામાં આવ્યાં છે. પ્રદર્શનકારી પોલીસ વિરોધી નારેબાજી કરી રહ્યાં છે, જેમાં મુખ્યતત્વે આદ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા.
એમ્સના મેડિકલ અધીક્ષક ડી.કે. શર્માએ આઇએએનએસને કહ્યું હતું કે પીડિત બાળકીને આઇસીયૂમાં નહી પરંતુ સામાન્ય વોર્ડમાં રાખવામાં આવી છે. બાળકો ડોક્ટરોએ સર્જરી તથા સ્ત્રી રોગ વિભાગના ડોક્ટરોની એક ટુકડીએ બાળકીની સારવારમાં જોડાઇ ગયા છે.
પાંચ વર્ષની આ બાળકીનું અપહરણ કરી બે દિવસ સુધી ભુખી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીની હાલત શુક્રવારે નાજુક હતી, અને પોલીસ હજુ સુધી બાળકી સાથે દુષ્કર્મ આચરનારને શોધવામાં લાગી છે.
બાળકી સાથે ક્રુરતા આચરવામાં હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ પ્રદર્શનકારી હોસ્પિટલમાં ભેગાં થઇ ગયા હતા. બાળકીના પરિવારે પૂર્વી દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં બાળકીનું અપહરણ કરનાર વ્યક્તિના ઘરમાંથી બચાવવામાં આવી હતી અને બુધવારે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. આ ઘટનાથી સ્થિતી નાજુક બનતાં બાળકીને શુક્રવારે સાંજે એઆઇઆઇએમએમમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી.













Click it and Unblock the Notifications
