દિલ્લીમાં આખી રાત ભારે વરસાદથી મળી ગરમીમાં રાહત, ઠેર-ઠેર ભરાયા પાણી
દિલ્લીમાં આખી રાત ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ગઈ છે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં આખી રાત ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ગઈ છે. શુક્રવાર(20ઓગસ્ટ)ની આખી રાત દિલ્લીમાં ભારે વરસાદ થયો છે અને શનિવાર(21 ઓગસ્ટ)ના રોજ વરસાદનો સિલસિલો ચાલુ છે. દિલ્લીમાં શનિવારે પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દિલ્લીમાં વરસાદને લઈને આજના માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્લીમાં વરસાદના કારણે તાપમાન 27 ડિગ્રી સિલ્સિયસ સુધી આવી ગયુ છે. દિલ્લીમાં વરસાદે હવામાન ખુશનુમા કરી દીધુ છે પરંતુ પાણી ભરાઈ જવાના કારણે અવરજવર પ્રભાવિત થઈ રહ્યુ છે. દિલ્લીના ઘણા રસ્તાઓમાં અવર-જવાર માટે મુશ્કેલી થઈ રહી છે.

દિલ્લીમાં આ રસ્તાઓ પર ભરાયા પાણી
દિલ્લી ટ્રાફિક પોલિસે ટ્વિટ કરીન શનિવારની સવારે માહિતી આપી છે કે આઝાદ માર્કેટમાં 1.5 ફૂટ પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ છે. વળી, આઈટીઓ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. પ્રગતિ મેદાન વિસ્તારમાં રસ્તા પર બહુ વધુ પાણી ભરાઈ ગયુ છે. પાણી ભરાઈ જવાના કારણે વાહનોને ત્યાથી અવરજવરમાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. દિલ્લી ટ્રાફિક પોલિસ ટ્વિટ કરીને જણાવ્યુ કે પાણી જવાના કારણે મિંટો બ્રીજ(બંને કેરિઝવે) પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ પાણી ભરાઈ જવાના કારણે મૂળચંદ અંડરપાસ પર વાહન વ્યવહાર પ્રભાવિત છે.

દિલ્લીમાં આજે પણ થશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે એટલે કે શનિવાર(21 ઓગસ્ટ) પણ વરસાદ થશે. આને લઈને આઈએમડીએ દિલ્લી માટે ઓરન્જ એલર્ટ પણ જાહેર કર્યુ છે. દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહી શકે છે. દિલ્લીમાં હાલમાં આખુ સપ્તાહ વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી(સફદરગંજ)માં 21 ઓગસ્ટની સવારે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન 73.2 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

22 ઓગસ્ટ બાદ દિલ્લીમાં ઓછો થશે વરસાદ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 22 ઓગસ્ટથી વરસાદ ઓછો થશે. 23 ઓગસ્ટના રોજ દિલ્લીમાં વરસાદી ઝાપટા થવાની સંભાવના છે. વળી, 24 ઓગસ્ટના રોજ હવામાન સૂકુ રહેશે. દિલ્લીમાં ગરમીથી રાહત 26 ઓગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ દિલ્લીમાં તાપમાન વધવાનુ પણ શરૂ થઈ જશે. 25 અને 26 ઓગસ્ટે તાપમાન દિલ્લીમાં 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે.












Click it and Unblock the Notifications
