આપ નેતા સંદીપે કઈ રીતે કર્યું યૌનશોષણ, મહિલાએ જણાવી આખી કહાની
દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સંદીપ કુમારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંદીપ કુમારની આપત્તીજનક સીડી મળ્યા પછી તેમને તરત જ દિલ્હી સરકારના મહિલાને બાલઆરોગ્ય મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે.

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા આપ નેતા સંદીપ કુમારની મુશ્કેલીઓ વધી શકે છે. વીડિયોમાં સંદીપ કુમાર સાથે દેખાયેલી મહિલાએ ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનું કહેવું છે કે સંદીપ કુમારે તેને નશીલી વસ્તીઓ પીવડાવીને તેની જાણ વિરુદ્ધ તેનો વીડિયો બનાવ્યો હતો.

એફઆઈઆરમાં મહિલાએ આરોપ લગાવ્યો કે સંદીપ કુમારે તેના ઘરે આવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો. તેના બદલામાં તેને બાળકોનું સારું ભવિષ્ય અપાવવાનું જણાવ્યું. મહિલાએ જણાવ્યું કે તેને પોતાનું ઘર લગભગ 6 થી 7 મહિના પહેલા વેચી દીધું હતું. તેના 3 મહિના પહેલા જ આ ઘટના બની હતી.

નશીલી કોલ્ડ ડ્રિન્ક પીવડાવીને બનાવ્યો સંબંધ
મહિલાએ આરોપ લગાવ્યો કે નશીલી કોલ્ડ ડ્રિન્ક પીધા પછી તે બેહોશીની હાલતમાં પહોંચી ગયી. તે દરમિયાન મંત્રીએ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો અને તેને ઓરલ સેક્સ માટે મજબુર કરી તેને જાણકારી હતી જ નહિ કે વીડિયો પણ બની રહ્યો છે.

તેને કહ્યું કે શરમ અને સમાજની ઇઝ્ઝતના ડરથી તેને કોઈને પણ માહિતી આપી નહિ. પરંતુ હાલમાં જ તેને વીડિયો વિશે જાણકારી મળી. મહિલાએ સંદીપ કુમાર વિરુદ્ધ બળાત્કારનો કેસ પણ દાખલ કર્યો છે.

સંદીપ કુમારના ફોનની પણ તપાસ
દિલ્હી પોલીસ સંદીપ કુમારને તેના ઘરે લઈને ગયી અને ત્યાં તલાશી પણ લેવામાં આવી. આ કેસ વિશે પોલીસે હાલ તો કઈ જ જાણકારી આપવાની ના પાડી દીધી છે. પોલીસે સંદીપ કુમારના ફોનની પણ તપાસ કરી છે અને તેની કોલ ડીટેલ પણ ચેક કરવામાં આવી રહી છે.

ફોરેન્સિક લેબ મોકલવામાં આવશે તસવીરો
દિલ્હી પોલીસે સેક્સ ટેપની કેટલીક તસવીરો ફોરેન્સિક લેબમાં મોકલીને તપાસ કરાવવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે ટેપમાં દેખાઈ રહેલી બીજી મહિલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
