For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ પીડિતાને મળવાની હિંમત નથી : શીલા દિક્ષિત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sheila-dikshit-office
નવી દિલ્હી, 22, ડિસેમ્બર: દિલ્હીના ગેંગરેપની ઘટનાના મુદ્દે ભારતમાં રોષ ફાટી નિકળ્યો છે. બધા એક જ સુરમાં માંગણી કરી રહ્યાં છે કે ફાંસીના માંચડે ચડાવી દો. લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ભવનથી લઇને સંસદ સુધી સરઘસ નિકાળી રહ્યાં છે તો બીજી તરફ પીડિતાની હાલત એકદમ નાજુક છે. નાનું આંતરડુ એકદમ ખરાબ થઇ ગયું હોવાથી છોકરીના શરીરમાં ભોજન જઇ શકતું નથી.

એક્સપર્ટ ડોક્ટરોની ટીમ છોકરીને બચાવવામાં લાગી છે તો દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતે એક ટીવી ચેનલ સમક્ષ કહ્યું હતું કે તેમનામાં એટલી હિંમત નથી કે તે પીડિત છોકરીને મળી શકે અને તેનો સામનો કરી શકે. છોકરીની ઇજ્જત અને સન્માન લુંટાયુ નથી તે સંપૂર્ણ રીતે બરબાદ થઇ છે. આ બળાત્કાર નથી એક પ્રકારની હત્યા છે. હું ફક્ત છોકરીના માતા-પિતા અને ડોક્ટરોને મળી છું. છોકરી અને તેના ઘરવાળાઓ સમક્ષ રડી પડુ એ પણ ઠીક નથી. ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઇએ પરંતુ અફસોસ આ દિલ્હી સરકારના અધિકાર ક્ષેત્રની બહાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી રાત્રે લગભગ આડા આઠ વાગે દિલ્હીની 23 વર્ષિય મેડીકલની વિદ્યાર્થી સાથે વસંત વિહાર દિલ્હીની બસમાં ગેંગરેપ થયો હતો. છોકરી પર બળત્કાર ગુજાર્યા પછી તેને બસની બહાર ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાને 6 લોકોએ અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બધાની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. ગઇકાલે પોલીસે આ મામલાની સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં સોપ્યો હતો. પરંતુ કોર્ટ પોલીસના આ રિપોર્ટ સાથે સહમત નથી.

English summary
Did not have courage to meet gangrape victim said Sheila Dikshit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X