For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને મળશે રાહત, જર્મની પડ્યું નરમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-victory
નવી દિલ્હી, 6 માર્ચ: ગુજરાતમાં થયેલા નરસંહારના કારણે વિવાદોમાં ફસાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જર્મની તરફથી મોટી રાહત આપવામાં આવી છે. યૂરોપીય સંધ દ્રારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દસ વર્ષ જુના બહિષ્કારને સમાપ્ત કરવાની પૃષ્ઠભૂમિમાં જર્મનીએ મંગળવારે માનવાધિકાર મુદ્દા અને ભાજપના નેતાની છબિ વિશે કહ્યું હતું કે બંનેને એકબીજા સાથે જોડી ના શકાય.

જર્મનીના રાજદૂત માઇકલ સ્ટેનરે કહ્યું હતું કે 'આ પ્રશ્નનો માનવાધિકાર કે મહિલાઓના અધિકાર પર અમારી સ્થિતી સાથે કોઇ લેવાદેવા નથી, અમે નરેન્દ્ર મોદી સાથે વાત કરીએ કે ના કરીએ. અમે નથી ઇચ્છતા કે આ ચર્ચા ચાલુ રહે'.

તેમને આ ટિપ્પણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે જર્મન દૂતાવાસ દ્રારા આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમ વિશે જાણકારી આપવાના કાર્યક્રમમાં કરી હતી.

સ્ટેનરને પુછવામાં આવ્યું હતું કે શું જર્મની સરકાર માટે મહિલા અધિકારના મુદ્દે બોલવા અને તેની સાથે નરેન્દ્ર મોદીનું સમર્થન કરવું પરસ્પર વિરોધી નથી જેમના મુખ્યમંત્રી કાર્યકાળમાં વર્ષ 2002ના સાંપ્રદાયિક કોમી રમખાણો દરમિયાન મહિલાઓને સમખાણોનો આતંક સહન કરવો પડ્યો હતો.

નરેન્દ્ર મોદી તરફ જર્મનીના તાજા વલણથી યૂરોપિયન યૂનિયને નરેન્દ્ર મોદીની 10 વર્ષ જૂના બાયકોટને ખતમ કરવાની દિશામાં ઘણો મહત્વનો માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સાત જાન્યુઆરીએ દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સાથે જર્મનીના એમ્બેસડરની અધ્યક્ષતામાં યૂરોપિયન દેશોના એંબેસડરો સાથે વાતચીત થઇ હતી.

English summary
Against the backdrop of the European Union ending decade-old boycott of Narendra Modi, Germany on Tuesday sought to make distinction between human rights issues and image of the BJP leader, saying both cannot be linked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X