For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે સત્યાગ્રહીઓની માંગો સ્વીકારતા જ પદયાત્રા થંભી ગઇ

|
Google Oneindia Gujarati News

jairam ramesh
આગ્રા, 11 ઓક્ટોબર: જળ, જંગલ, અને જમીનની માંગ કરી રહેલા 50 હજાર સત્યાગ્રહીઓની ઘણી મહત્વની માંગોને સરકારે માની લીધી છે. ત્યારબાદ ગ્વાલિયરથી દિલ્હી માટે રવાના થયેલું સત્યાગ્રહ માર્ચ કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી જયરામ રમેશની સાથે સમજૂતી કર્યા બાદ પૂર્ણ કરી દેવાઇ હતી.

સત્યાગ્રહીઓની માંગ અનુસાર સરકાર નવી રાષ્ટ્રીય જમીન સુધારણા નીતિ ઘડવા રાજી થઇ ગઇ છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે આગ્રા જઇને આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સરકારે કુલ મળીને સત્યાગ્રહીઓની 10 મહત્વની માંગોને માની લીધી છે. જેને અમલમાં લાવવા માટે એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે જેની પ્રથમ બેઠક 17 ઓક્ટોબરે મળશે.

આની સાથે જ આ આંદોલનના નેતા અને રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ પીવી રાજગોપાલે જહેરાત કરી હતી કે દિલ્હી માર્ચ છ મહીના સુધી મોકૂફ રાખવામાં આવે છે, પરંતુ તેમનું આંદોલન જારી રહેશે.

રાજગોપાલે કહ્યું કે જો સરકારે તેમના વચનો પર અમલ નહીં કર્યો તો ફરીથી દબાણ વધારવામાં આવશે. સમજૂતી અનુસાર જે લોકો પાસે પોતાની જમીન નથી, તેમને મકાન બનાવવા માટે 10 ડિસમિલ જમીન આપવા માટે સરકાર રાજી થઇ ગઇ છે.

English summary
The government on Thursday agreed to ten demands made by Ekta Parishad, which has been spearheading the movement by the landless poor, who were on a march to Delhi to demand land reforms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X