લઘુમતીઓને સરકારની સલાહ, લોહી વધારવા માટે ગૌમાંસ ખાવ

મેરઠના મવાનામાં આ મામલો સામે આવતાં ભાજપે ગૌમાંસ ખાવાની સલાહ પર બુધવારે ભાજપના નેતાઓનો ગુસ્સો ફૂટી નિકળ્યો હતો. લધુમતિ કલ્યાણ અધિકારીનો ઘેરાવો કરી ભાજપે નારેબાજી શરૂ કરી દિધી હતી. ભાજપે આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. ભાજપની નારેબાજી બાદ આ સાથે સંકળાયેલ અધિકારીઓએ આ પુસ્તિકા પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે.
મેરઠ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે ગાય કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. ગાય પ્રત્યે આ પ્રકારની માનસિકતા સહન કરવામાં નહી આવે. મહાપૌર હરિકાંત અહૂવાલિયાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે, જ્યારે વિભાગીય પુસ્તકમાં ગાયના માંસને આયરન, ઓક્સિજન અને લોહી વધારવા માટે જરૂરી ગણાવવામાં આવ્યું છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયે કહ્યું હતું કે યુપીમાં ગૌરક્ષા માટે 2001માં ગૌવંશ નિવારણ અધિનિયમ લાગૂ છે. ત્યારબાદ પણ કોઇ કેન્દ્રિય સરકારના મંત્રાલય દ્રારા આ કાગળોની વહેંચણી આ વાતનું પ્રમાણ છે કે કેન્દ્ર સરકાર ગૌહત્યાને પ્રોત્સાહન આપી રહી છે.












Click it and Unblock the Notifications
