કેજરીવાલનું અપહરણ કરી ભટકલને છોડાવવાનું ષડ્યંત્ર?

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અપહરણનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સી આઇબીના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇબીના સૂત્રોએ આ આશંકા વ્યક્ત કરી છે. રવિવારે આઇબીના ઇનપુટ બાદ અરવિંદ કેજરીવાલની સુરક્ષા અચાનક વધારી દિધી છે. જો કે દિલ્હી પોલીસના ઝેડ કેટેગરી સુરક્ષા પ્રસ્તાવને અરવિંદ કેજરીવાલે નકારી કાઢ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું હતું કે પહેલાં જ દિવસ જ પાર્ટીનો સુરક્ષા ન લેવાનો સ્ટંટ રહ્યો છે. આ મુદ્દે પાર્ટી અને અરવિંદ કેજરીવાલ હજુ સુધી અડગ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન અરવિંદ કેજરીવાલની આસપાસ એકદમ ઓછી સુરક્ષા જોતાં તેમના અપહરણનું કાવતરું રચી રહ્યું છે. પોલીસ સૂત્રોનો દાવો કર્યો છે કે ઇન્ડિયન મુજાહિદ્દીન ગત વર્ષે 27 ઓગષ્ટના ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવેલા પોતાના મુખ્ય સભ્ય યાસીન ભટકલના છુટકારા માટે અરવિંદ કેજરીવાલના અપહરણનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.

રવિવારે દિલ્હી પોલીસને જેવા આઇબીના ઇનપુટ મળ્યા, તરત જ એડિશનલ સીપી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચી ગયા. તે સમયે અરવિંદ કેજરીવાલ પાર્ટીની પોલિટિકલ અફેયર્સ કમિટીની બેઠકમાં વ્યસ્ત હતા. સંપૂર્ણ પરિસ્થિતી વિશે અરવિંદ કેજરીવાલને જણાવ્યું અને તેમને ઝેડ કેટેગરીની સિક્યોરિટી ઓફર કરવામાં આવી. આ દરમિયાન કેજરીવાલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી.

yaseen-arvind

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે વધારી સુરક્ષા લેવાની મનાઇ કરી દિધી છે. અરવિંદ કેજરીવાલના આ વલણથી દિલ્હી પોલીસની મુશ્કેલીઓ વધી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સોમવારથી દિલ્હી પોલીસના ત્રણ કર્મચારીઓને સસ્પેંડ કરવાની માંગને લઇને ધરણાં કરવા જઇ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે એક વિશેષ એનઆઇએ કોર્ટે યાસીન ભટકલ પાસે એપ્રિલ 2010માં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા બ્લાસ્ટના મુદ્દે પૂછપરછ માટે કર્ણાટક પોલીસની અરજીને મંજૂર કરી લીધી છે. એનઆઇએએ જણાવ્યું હતું કે ઉત્તર કર્ણાટકમાં ઉડુપી જિલ્લાના ભટકલ ગામનો રહેવાસી યાસીન ભટકલ અમદાવાદ, સૂરત, બેંગ્લોર, પૂણે. દિલ્હી અને હૈદ્વારાબાદના આતંકવાદી હુમલામાં સામેલ છે. તે પહેલાં પ્રતિબંધિત સંગઠન સ્ટૂડેંટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (સીમી) સાથે જોડાયેલા છે.

English summary
Terror outfit Indian Mujahideen is planning to abduct Delhi chief minister Arvind Kejriwal to barter the release of its key member Yaseen Bhatkal, who was arrested from the Indo-Nepal border on August 27 last year, police sources told PTI on Sunday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.