કેજરીવાલને જીવનું જોખમ, ટેન્ડર તથા જળ માફિયાઓના નિશાના પર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 13 જાન્યુઆરી: આમ આદમીને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાવવાના વાયદાની સાથે દિલ્હીની સત્તા પર બિરાજમાન 'આપ'ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાણી અને ટેન્ડર માફિયાના નિશાના પર છે. દિલ્હી પોલીસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચાર વિરોધી ચળવળથી નારાજ ગેંગોથી તેમને ખતરો છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલના સુરક્ષા ઘેરાને વધુ મજબૂત બનાવવાની તૈયારી ચાલી રહી છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને અસામાજિક તત્વોથી ખતરો છે. અધિકારીઓએ આઇબી પાસેથી મળેલી જાણકારીનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું કે ખાસકરીને પાણી અને ટેન્ડર માફિયાઓથી ખતરો છે. તેમને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની વિરૂદ્ધ બધા તત્વ છે, જેમને લાગે છે કે તેમની ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના લીધે તેમનો ધંધો નહી ચાલે.

kejriwal-security

અધિકારીઓએ જણાવ્યું હતું કે જેના લીધે તે કેજરીવાલને નુકસાન પહોંચાડવા માટે દિલ્હીની આસપાસ અપરાધીઓનું મદદ લઇ શકે છે. તેને ધ્યાનમાં રાખતાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમનું અનુમાન છે કે જો મુખ્યમંત્રીને એક પથ્થર પણ લાગે છે તો તે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે.

અરવિંદ કેજરીવાલના ગાજિયાબાદના કૌશાંબી સ્થિત આવાસ પર તૈનાત સુરક્ષાકર્મીઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમને ચેતાવણી આપવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલના ઘરેથી નિકળવાની અને ગંતવ્યની જાણકારી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવે. અધિકારીએ જણાવ્યું હતું કે જો અરવિંદ કેજરીવાલ સુરક્ષા લે છે કે તો દિલ્હી પોલીસને સારી સુરક્ષા પરી પાડવા માટે ફાયદો થતો. જો કે, તેમને સુરક્ષા લેવાની મનાઇ કરી દિધી છે એટલા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ગોઠવવાની જરૂર પડે છે.

English summary
The Ghaziabad police has deployed 20 policemen outside Delhi chief minister Arvind Kejriwal's apartment in Kausambi, after Intelligence Bureau issued an alert that the AAP leader was facing threat from water tanker and tender mafia gangs in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.