MCD Mayor Election : 6 ફેબ્રુઆરીએ દિલ્હી MCDની બેઠક મળશે, ઉપરાજ્યપાલે મંજુરી આપી

દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી માટે હવે 6 ફેબ્રુઆરીએ એમસીડીની બેઠક મળશે. ઉપરાજ્યપાલે મંજુરી આપી દીધી છે.

નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી મેયરની ચૂંટણી થઈ શકી નથી અને બેઠક તોફાની બની રહી છે. હવે ઉપરાજ્યપાલે દિલ્હી એમસીડીની સ્થગિત કરાયેલી બેઠકને 6 ફેબ્રુઆરીએ યોજવા માટે મંજુરી આપી છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, દિલ્હી સરકારે રાજ્યપાલને આ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.

mcd

હવે દિલ્હી સરકારના આ પ્રસ્તાવને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મંજૂરી આપી દીધી છે. મનાઈ રહ્યું છે કે, આ બેઠકમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયરની ચૂંટણી પુરી થઈ જશે. આ બેઠકમાં દિલ્હી એમસીડીના મેયર અને ડેપ્યુટી મેયર સહિત છ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાશે.

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થગિત કરાયેલી બેઠકને 6 ફેબ્રુઆરીએ યોજવા માટેના દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અગાઉ એમસીડી હાઉસની બેઠકમાં મોટી બબાલ થઈ હતી. જેના કારણે ત્રણ વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ સ્થિતિ જોતા બેઠક મોકૂફ રખાઈ હતી. વિવાદ બાદ દિલ્હી સરકારે સ્થગિત બેઠકને ફરીથી શેડ્યૂલ કરવા પ્રસ્તાવ મોકલ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ એમસીડીના પ્રિસાઇડિંગ ઓફિસર સત્ય શર્માએ નોમિનેટેડ સભ્યોને પ્રથમ શપથ લેવડાવતા વિરોધ કર્યો હતો. જે બાદ હંગામો થતા બેઠક સ્થગિત કરવી પડી હતી. કાઉન્સિલરોની શપથવિધિ ન થતા 24 જાન્યુઆરીએ કાઉન્સિલરોના શપથ માટેબેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નામાંકિત સભ્યો અને ચૂંટાયેલા કાઉન્સિલરોની શપથવિધિ પૂર્ણ થઈ હતી. અહીં પણ મેયરની ચૂંટણીને લઈને ગૃહમાં હોબાળો થતા સભા સ્થગિત કરવી પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X