દિલ્હીમાં કિશોરીને બંધક બનાવી 4 દિવસ સુધી ગુજાર્યો ગેંગરેપ
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: દિલ્હી ગેંગરેપે આખા ભારતને હચમચાવીને મુકી દિધું હતું. રસ્તાથી માંડીને સંસદ સુધી બબાલ મચી તો કાયદા કડક કરવામાં આવ્યા અને પોલીસની સંખ્યા વધારવામાં આવી. સરકારે સર્કુલર જાહેર કરવામાં આવ્યો અને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાની વાત કહી હતી.
જો આ બધાનો ફરક બળત્કારીઓ પર પડ્યો નહી પરિણામે વધુ એક સામૂહિક બળાત્કારના રૂપમાં સામે આવ્યો. જી હાં રાજધાની દિલ્હીમાં મહિલાઓની કિકિયારીઓ જ્યાંની ત્યાં રહી ગઇ. બળાત્કારીઓની ગંદી નજર કોઇને કોઇ મહિલાની જીંદગીને ખતમ કરી રહી છે.

દિલ્હીના બાબા હરિદાસ નગર વિસ્તારમાં 17 વર્ષની એક કિશોર છોકરીનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે પડોસમાં રહેનાર બે યુવકોએ તેનું અપહરણ કર્યુ અને ચાર દિવસો સુધી તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો. મેડિકલ તપાસમાં બળાત્કારઓની પુષ્ટિ થયા બાદ પોલીસે કેસ દાખલ કરી દિધો અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજા આરોપીની ધરપકડ માટે સંભવિત સ્થળોએ રેડ પાડવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુનિતા (બદલેલું નામ) પોતાના પરિવાર સાથે બાબા હરિદાસ નગરમાં રહે છે. બુધવારે રાતે તે પોતાની માતાની સાથે પોલીસ સ્ટેશને પહોંચી અને પડોસમાં રહેનાર બે યુવકો પર અપરહરણ કરી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.
સુનિતાએ પોલીસને જણાવ્યું હતું કે 24 ઓગષ્ટના રોજ બંને યુવકો તેને લલચાવી-ફોસલાવી પોતાની સાથે ફરીદાબાદ લઇ ગયા, જ્યાં ચાર દિવસો સુધી બંધક બનાવી તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો. 28 ઓગષ્ટના રોજ બંનેએ તેને ઘરની પાસે છોડી દિધી હતી. સાથે જ દુષ્કર્મ વિશે કોઇને પણ કહેશે તો તેને મારવાની ધમકી આપી હતી.












Click it and Unblock the Notifications
