કોંગ્રેસને નથી જનતાની ચિંતા કે નથી રાષ્ટ્રના ભવિષ્યની ચિંતા: મોદી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે સવારે વૈષ્ણોદેવી માતાના દર્શન કરીને ભારત વિજય અભિયાનની શરૂઆત કરી દીધી છે. મોદી આ અભિયાન અંતર્ગત દેશભરમાં 185 રેલીઓને સંબોધિત કરવાના છે. હાલમાં નરેન્દ્ર મોદી દિલ્હીમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે. આજના દિવસની નરેન્દ્ર મોદી આ છેલ્લી સભા છે. મોદીએ આજે આ પહેલા બે સભાનું સંબોધન કર્યું હતું, જેમાં જમ્મુ કાશ્મીરના ઉધમપુર, ઉત્તર પ્રદેશના બુલંદશહેરનો સમાવેશ થાય છે, જ્યા મોદીએ રેલીને સંબોધિત કરીને વિરોધી પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા હતા.

modi
મોદીએ શું કહ્યું:

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં દિલ્હીમાં કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસને નથી જનતાની ચિંતા કે નથી રાષ્ટ્રના ભવિષ્યની ચિંતા. કેજરીવાલે પહેલા કોંગ્રેસનો વિરોધ કરીને ચૂંટણી લડ્યા તમારા દિલ જીત્યા અને તેમની સાથે મળીને સરકાર બનાવી. અને બાદમાં 49 દિવસમાં જ સત્તા છોડીને ભાગી ગયા. હાલમાં દિલ્હી કોણ ચલાવી રહ્યું છે ગવર્નરના માધ્યમથી હારી ગયા છતા કોંગ્રેસ દિલ્હીને ચલાવી રહ્યું છે. આપ એ કોંગ્રેસની પાર્ટી છે. આ ઉપરાંત આજકાલ એક ચા વાળાને વડાપ્રધાન બનતો રોકવા માટે રોજ નવાનવા ગઠબંધન થઇ રહ્યા છે.

નરેન્દ્ર મોદી હાલમાં દિલ્હીની સભાને સંબોધી કરી રહ્યા છે, મોદીના ભાષણને સાંભળો વીડિયોમાં...

English summary
Narendra Modi addressing a Public Meeting in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X