નરેન્દ્ર મોદીએ અડવાણીને આપ્યું વચન, બધાને સાથે લઇને ચાલીશ

નવી દિલ્હી, 18 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. આયોજન પંચના કાર્યક્રમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહેલા નરેન્દ્ર મોદી સાંજે ભાજપના મહાસચિવો સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી આયોજન પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાને મળવાનો કાર્યક્રમ છે. જેડીયૂ એનડીએમાંથી અલગ થયું હોવાના મુદ્દે નરેન્દ્ર મોદી મંગળવારે પોતાનું મૌન તોડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની તાજપોશીના મુદ્દે રવિવારે જેડીયૂએ એનડીએ સાથેનો 17 વર્ષ જૂનો સંબંધ તોડી દિધો છે. આ મુદ્દે નરેન્દ્ર મોદીએ હજુ સુધી પોતાનું મૌન તોડ્યું નથી.

update: 11.43 AM

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદીના ગયા પછી મુરલી મનોહર જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે પાર્ટીના ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ તે પોતાનો આભાર વ્યક્ત કરવા માટે આવ્યાં હતા. મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તે પોતાનો આભાર વ્યક્ત કરવા માટે પાર્ટીના બધા નેતાઓને મળી રહ્યાં છે અને પોતાની નવી જવાબદારી નિભાવશે. નરેન્દ્ર મોદી મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કર્યા બાદ લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા અને આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચે શું વાતચીત થઇ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ અડવાણીને વચન આપ્યું છે કે તે બધાને સાથે લઇને ચાલશે. આ બેઠક માટે નરેન્દ્ર મોદી અડવાણીના ઘરે ગયા હતા.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી આજે ફક્ત પોતાનું મૌન જ તોડશે નહી પરંતુ જેડીયૂ પર વળતો પ્રહાર કરશે. આ દરમિયાન મહાસચિવો સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદી ભાવિ રણનિતીનું માળખું રજૂ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત મંગળવારેને નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી શકે છે. મોહન ભાગવત આજે દિલ્હી આવે તેવી સંભાવના છે. ગોવાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાથી નારાજ લાલકૃષ્ણ અડવાણીએ પાર્ટીના બધા પદો પરથી રાજીનામું આપી દિધું હતું. લાલકૃષ્ણ અડવાણીએ મોહન ભાગવતના આગ્રહ પર પોતાનું રાજીનામું પરત ખેંચવા રાજી થઇ ગયા હતા. ત્યારબાદ મોહન ભાગવતે અડવાણીને મળવાનો નિર્ણય કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X