For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની રેલીમાં ડેંગ્યૂનો ખતરો! NO CHANCE

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રેલીની તૈયારીઓમાં જોડાયેલી ભાજપના ડેંગ્યૂએ હોંશ ઉડાવી દિધા છે. બે દિવસ પહેલાં દિલ્હીના રોહિણીમાં રેલી સ્થળ પર લાર્વા મળ્યા બાદ હવે ભાજપે એમસીડીના અમલદારોને મચ્છર મારવાના કામમાં લગાવી દિધા છે. એમસીડીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે જાપાની પાર્કમાં ફોગિંગ અને છંડકાવ કરવામાં લાગી ગયા છે. એમસીડીના અધિકારીઓનો દાવો છે કે રેલી સ્થળની આસપાસના વિસ્તારને મચ્છર મુક્ત કરવામાં આવશે.

એમસીડીના અધિકારીઓનું કહેવું છે કે ભલે રાજકીય રેલી હોય પરંતુ તેમાં ઘણા લોકો એકઠાં થવાના છે એટલા માટે અમે સફાઇની ખાસ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. જ્યાં પાણી જમા થયેલું છે, તેને કાઢી રહ્યાં છીએ. નાળાના પાણીને પંપિંગના માધ્યમથી કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અમારો હેતું રેલીના સ્થળે ડેંગ્યૂ ફ્રી કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી ડેંગ્યૂના 1700થી વધુ કેસ સામે આવ્યાં છે.

narendra-modi-600

ડેંગ્યૂથી ત્રણ મોત થયા છે. વધુ 7 દર્દીઓના મોત પણ ડેંગ્યૂના લીધે થયા હોવાની શંકા છે. એકલા રોહિણી જોનમાં જ ડેંગ્યૂના 106 દરદી મળી આવ્યાં છે, જ્યાં નરેન્દ્ર મોદીની રેલી થવાની છે. એવામાં હવે એમસીડીની સત્તા પર બિરાજમાન ભાજપના નેતાઓએ ઓફિસરોને કહ્યું છે કે રેલીની આસપાસના એક કિલોમીટરના ખેરાવામાં કોઇ મચ્છર દેખાવવો જોઇએ નહી. તો બીજી તરફ દિલ્હીમાં સતત વધતા જતા ડેંગ્યૂના કેસ પર રાજકારણ શરૂ થઇ ગયું છે.

કોંગ્રેસે ડેંગ્યૂના વધતા જતા આતંક માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને દોષી ગણાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીની રેલી માટે દોડધામમાં લાગેલા દિલ્હીના નિગમ પાર્ષદ ડેંગ્યૂની સારવાર માટે કામ નથી કરી રહ્યાં. તેમને ડેંગ્યૂના વધતા જતા આતંક માટે નરેન્દ્ર મોદીની રેલીને જવાબદાર ગણાવી છે.

English summary
Even as he takes pot shots at the ruling UPA government, Narendra Modi, who is due to address a rally in Delhi has another curious opponent: Mosquitoes, specifically speaking, Aedes Aegypti - the mosquitoes that cause dengue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X