NDMCને તાજ મહેલ હોટેલ લીઝ મુદ્દે નોટિસ મળી

ન્યાયમૂર્તિ એમ એલ મહેતાએ એનડીએમસી પાસેથી જવાબ માંગ્યો હતો. મધ્ય દિલ્હીના માનસિંહ રોડ પર સ્થિત હોટલવાળી જમીનની માલિકી એનડીએમસીની પાસે જ છે. આ મુદ્દે ન્યાયાધિશે જણાવ્યું કે લિલામી પર છેલ્લો પ્રતિબંધ અંગે કંપનીના આગ્રહ અંગે તેઓ આગલી સુનવણી દરમિયાન વિચાર કરશે.
આ અંગે ન્યાયમૂર્તિએ જણાવ્યું કે "એનડીએમસીને નોટિસ આપવામાં આવે અને તેનો જવાબ બે સપ્તાહમાં આપવાનું પણ કહેવામાં આવે. જો અરજદારનો કોઇ કાર્યવાહીનો ભય છે તો તેને અદાલતનો સંપર્ક કરવાની છૂટ છે."
આઇએચસીની સાથે એનડીએમસીની 33 વર્ષની લીઝ ઓક્ટોબર 2011માં સમાપ્ત થઇ ગઇ હતી. ત્યાર બાદ આવકમાં ભાગીદારી લાયસન્સ રકમના આધારે નાગરિક એકમે આ વર્ષે એક વર્ષ માટે વધારી હતી. સપ્ટેમ્બર 2012માં એનડીએમસીએ કંપનીને એકવાર ફરી એક વર્ષ માટેનો સમય આપ્યો છે.












Click it and Unblock the Notifications
