સાવધાન: નેટબેકિંગનો ઉપયોગ કરનારાઓનો પાસવર્ડ ચોરી કરી રહ્યો છે નવો વાઇરસ

કોમ્પ્યુટર ઇમરજન્સી રેસ્પાંસ ટીમ ઇન્ડિયાએ કહ્યું છે કે આ વાઇરસ કોઇપણ સિસ્ટમમાં ઇએક્સઇ, ડીએલએલ અથવા એચટીએમએલ જેવી ફાઇલોને પોતાનો ટાર્ગેટ બનાવી તેમાં પરિવર્તન કરી અથવા તેમાં નવો ખંડ બનાવી લે છે.
આ વાઇરસ ઉપયોગકર્તાઓનો પાસવર્ડ, બેંક એકાઉન્ટનું વિવરણ ચોરી લે છે અથવા બાઉઝર સેટિંગ બદલી દે છે. સૌથી મોટી ચિંતાજનક વાત એ છે કે આ વાઇરસ એન્ટીવાઇરસ સોફ્ટવેરોથી પોતાની બચાવી લે છે. જેથી તે વધારે ખતરનાક છે. ઉપયોગકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે કોઇપણ સંદિગ્ધ ઇમેલ અથવા અન્ય સોફ્ટવેર ડાઉનલોડ ના કરે.












Click it and Unblock the Notifications
