For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણી વિના ગામમાં પડી ગયો દુલ્હનોનો દુકાળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

water
નવી દિલ્હી, 18 જૂન: રાષ્ટ્રીય રાજધાની હોવાછતાં દિલ્હીનો વધુ એક ચહેરો છે જેને ખૂબ ઓછા લોકોએ જોયો છે. જે કહાણીઓ અત્યાર સુધી રાજસ્થાન અને ગુજરાતને લઇને સાંભળવ મળતી હતી તેની ઝલક દિલ્હીમાં પણ જોવા મળી રહી છે. દેશની રાજધાની હોવાથી દિલ્હીની પાસે બધી જ સુવિધાઓ છે. ફાઇવ સ્ટાર હોટલોથી માંડીને ચમચમાતા રસ્તા, આલીશાન બંગલાથી માંડીને મલ્ટીફેશિલિટી હોસ્પિટલ. તમામ ચકાચાંદની વચ્ચે દિલ્હીનો એક કદરૂપો ચહેરો પણ છે જેને મોટાભાગના લોકો અત્યાર સુધી કોઇ શક્યા નથી.

દિલ્હીનો એક વિસ્તાર એવો પણ છે જ્યાં પાણીના લીધે લોકોએ પોતાની પુત્રીઓને અહીં પરણાવવાની ના પાડી દિધી છે. જી હાં પશ્વિમી દિલ્હીના નજફગઢની પાસે વસેલું ગામ ઇશાપુર, નામ ભલે સાંભળવામાં સારું લાગી રહ્યું હોય, પરંતુ અહીના યુવાનો માટે આ નામ અભિશાપ બની ગયો છે. વર્ષોથી આ ગામમાં કોઇ શરણાઇ વાગી નથી. યુવકોની ઉંમર નિકળતી જાય છે, પરંતુ કોઇ આ ગામમાં પોતાને છોકરી આપવા માટે કોઇ તૈયાર નથી.

ઇશાપુર ગામ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. પાણીના ટેન્કરો પર અહીંના લોકો પોતાની જીંદગી પસાર કરી રહ્યાં છે. સવારથી જ ગામની મહિલાઓ રસ્તાના કિનારે પાણીના ડબ્બા લઇને લાઇનમાં ઉભી રહી જાય છે. પાણીનું ટેન્કર આવ્યું તો બરોબર નહીતર બીજા દિવસે ફરીથી લાઇન લાગી જાય છે.

એવામાં ગામમાં પાણીનો દુકાળ અહીંના યુવકોને કુંવારા રહેવા માટે મજબૂર કરી દિધા છે. કોઇ પણ પિતા એમ વિચારીને અહીં છોકરી આપતો નથી કે તેની પુત્રીને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડશે. એવામાં આ યુવાનોની આ સમસ્યા સાંભળનાર કોઇપણ નથી. વર્ષોથી આમ જ ચાલતું આવે છે. જો પરિવર્તન કરવામાં ન આવ્યું તો આગળ પણ આમ જ ચાલતું રહેશે.

English summary
At a village in the suburbs of Delhi, a chronic water problem has left many young men facing prolonged bachelorhood.Issapur in Najafgarh in the capital's north has not seen a wedding for several years, and villagers link it to the water crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X