For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે દિલ્હીમાં ડૉક્ટર્સની સુરક્ષા માટે બાઉન્સર્સ!

|
Google Oneindia Gujarati News

Bouncers at DDU Hospital
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : દિલ્હીની દીન દયાળ હોસ્પિટલમાં ઇમર્જન્સીથી લેબર રૂમ અને કેઝ્યુઅલ્ટી રૂમથી જનરલ વોર્ડ સુધી જતા તમને કદાવર માણસો પહેલી નજરે તમને સિક્યુરિટી ગાર્ડ જેવા લાગશે પણ વાસ્તવમાં તેઓ બાઉન્સર્સ છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ ડૉક્ટર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવી છે.

છેલ્લા કેટલાક સમયમાં દર્દીઓના સગાઓ દ્વારા ડૉક્ટર્સ પર કરવામાં આવેલા હૂમલાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતા હોસ્પિટલ્સના વ્યવસ્થાપકોએ આ નવતર ઉકેલ શોધી કાઢ્યો છે. દિલ્હી સરકાર હસ્તકની હોસ્પિટલ્સના સત્તાવાળાઓએ બાઉન્સર્સ દ્વારા ફિલ્મ સ્ટાર્સની કરાતી સુરક્ષાનો વિચાર અપનાવી તેવી જ પ્રોફેશનલ સુરક્ષા ડૉક્ટર્સને માટે ઉપલબ્ધ કરાવી છે. આમ કરવાનો હેતુ ડૉક્ટર્સને દર્દીઓના સગાઓના ગંભીર હૂમલાઓથી બચાવી આ સમસ્યા મુદ્દે ડૉક્ટર્સને હડતાલ પર જતા રોકવાનો છે.

દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટ પ્રોમિલા ગુપ્તાનું કહેવું છે કે 'તેઓ બાઉન્સર્સ નથી પણ સ્પેશ્યલ સિક્યુરિટી ગાર્ડ્સ છે. આ માટે તેમને ઊંચો પગાર ચૂકવવામાં આવતો નથી. અમે હોસ્પિટલને સિક્યુરિટી ગાર્ડ્સ પૂરી પાડતી એજન્સીને આ પ્રકારની સુરક્ષા પ્રદાન કરવા જણાવ્યું હતું.' ઉલ્લેખનીય છે કે દિલ્હીના હાર્દમાં આવેલી હોસ્પિટલમાં ગયા વર્ષે દર્દીઓના સગાઓ દ્વારા ડૉક્ટર્સ પર કરવામાં આવેલા હૂમલાઓને પગલે તમામ ડૉક્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા અને હોસ્પિટલની સારવાર સેવાને ભારે અસર પહોંચી હતી.

English summary
Delhi's Deen Dayal Upadhyay Hospital depute bouncers for safety of doctors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X