For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'700 રૂપિયાના ભાડા મકાનમાં રહે છે આપણા વડાપ્રધાન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-sad
નવી દિલ્હી, 17 મે: તમારી સ્થાવર સંપત્તિમાં ભલે વર્ષે સરેરાશ 10 ટકાનો વધારો થયો ન હોય, પરંતુ વડાપ્રધાન મનમોહન સિંહની સંપત્તિમાં વાર્ષિક સરેરાશ 28 ટકાનો વધારો થયો છે.

બુધવારે અસમમાંથી રાજ્યસભાનું ફોર્મ ભરતી વખતે આપવામાં આવેલા સોગંધનામા અનુસાર તેમની કુલ સંપત્તિ 11 કરોડ, 40 લાખ રૂપિયા કરતાં વધારે હતી જ્યારે 2007માં નામાંકન ભરતી વખતે આપેલા સોગંધનામા મુજબ તેમની કુલ સંપત્તિ ચાર કરોડ 25 લાખ રૂપિયા કરતાં વધારે હતી. છ વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં સાત કરોડ 14 લાખ રૂપિયાથી વધારે એટલે કે લગભગ 168 ટકાનો વધારો થયો છે. એટલે કે સરેરાશ 28 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2007માં વડાપ્રધાનની જંગમ મિલકત બે કરોડ 46 લાખ 68 હજાર 676 રૂપિયા હતી, જે 57 ટકાના વધારા સાથે 2013માં ત્રણ કરોડ 87 લાખ 63 હજાર 188 રૂપિયા થઇ ગઇ હતી. તેમની અચલ સંપત્તિ 2007માં એક કરોડ 78 લાખ 67 હજાર રૂપિયા હતી જે 321 ટકાના ભારેખમ વધારા સાથે પાંચ કરોડ 73 લાખ 83 હજાર રૂપિયા થઇ હતી. આ પ્રકારની જંગમ સંપત્તિમાં વાર્ષિક સરેરાશ લગભગ 10 ટકા અને અચલ સંપત્તિમાં વાર્ષિક સરેરાશ 53 ટકાનો વધારો થયો છે.

વડાપ્રધાનના મંત્રીપરિષદના સભ્યો પાસે ભલે લાખો રૂપિયાના વાહનો હોય, પરંતુ વડાપ્રધાન જે મારૂતિ કારના માલિક છે તેની કિંમત 21,033 રૂપિયા છે. આ કારની કિંમત 2007ના સોગંધનામામાં 40 હજાર રૂપિયા નોંધવામાં આવી હતી.

વડાપ્રધાન અસમમાં પૂર્વ મુખ્યમંત્રી હિતેશ્વર સૈકિયાના મકાનમાં ભાડુઆત છે. ભાડુઆત તરીકે તે દર મહિને સ્વર્ગીય સૈકિયાની પત્ની હેમોપ્રુવા સૈકિયાને 700 રૂપિયા ચુકવે છે.

English summary
Prime Minister Manmohan Singh on Wednesday filed his nomination papers for the Rajya Sabha elections from Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X